ETV Bharat / city

Sea Voyage By Kayaking Boat: દિવ્યાંગોએ કાયકિંગ બોટના સહારે 120 કિલોમીટરની દરિયાઈ સફર આ રીતે કરી પૂર્ણ, જાણો... - Somnath Sea Voyage From Porbandar

ગુજરાતના 10 જેટલા દિવ્યાંગોએ પોરબંદરથી શરૂ કરીને સોમનાથ સુધીની (Somnath Sea Voyage From Porbandar) કાયકિંગ પ્રવાસ શનિવારે પૂર્ણ કર્યો હતો. પાંચ દિવસ પહેલા પોરબંદરથી નીકળેલા 10 જેટલા દિવ્યાંગો ખૂબ મુશ્કેલ અને કપરી કહી શકાય તેવી 120 કિલોમીટરની દરિયાઈ સફર (120 km sea voyage) ખેડીને સોમનાથ મહાદેવના દર્શન કરી કોરોના સંક્રમણ સમગ્ર જગતમાંથી દુર થાય તેવી પ્રાર્થના કરી હતી.

10 handicapped from Gujarat
10 handicapped from Gujarat
author img

By

Published : Jan 2, 2022, 9:56 AM IST

જૂનાગઢ: સમગ્ર ગુજરાતમાંથી 10 જેટલા દિવ્યાંગોએ (10 handicapped from Gujarat) પોરબંદરથી સોમનાથ સુધીની 120 કિમીની દરિયાઈ સફર (Somnath Sea Voyage From Porbandar) પૂર્ણ કરી હતી. તેમણે સોમનાથમાં કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય તેવી પ્રાર્થના પણ કરી હતી.

દિવ્યાંગોએ કાયકિંગ બોટના સહારે 120 કિલોમીટરની દરિયાઈ સફર આ રીતે કરી પૂર્ણ, જાણો...

દિવ્યાંગો દ્વારા કાયકિંગ બોટના સહારે આ પ્રકારની દરિયાઈ સફરની પ્રથમ ઘટના

28 ડિસેમ્બરના દિવસે પોરબંદરથી ગુજરાતના 10 જેટલા દિવ્યાંગોએ કાયકિંગ બોટના સહારે સોમનાથ મહાદેવની ખૂબ મુશ્કેલ અને વિપરીત કહી શકાય તેવી પરિસ્થિતિની વચ્ચે 120 કિલોમીટરની દરિયાઈ સફરનો (120 km sea voyage) પ્રારંભ કર્યો હતો. શનિવારે બપોર બાદ 10 દિવ્યાંગો (10 handicapped Sea Voyage) પોતાની કાયકીગ દરિયાઈ સફર પૂર્ણ કરીને સોમનાથ પહોંચતા તેનું સોમનાથના શ્રેષ્ઠિઓ સોમનાથના સામાન્ય લોકોએ દિવ્યાંગોને તેની આ અદમ્ય સાહસ ભરી સફરને બિરદાવીને સોમનાથ પહોંચેલા તમામ 10 દિવ્યાંગ લોકોનો ઉમળકાભેર સ્વાગત કરીને તેમના મજબુત મનોબળને ખુબ વધાવ્યો હતો. દિવ્યાંગો દ્વારા કાયકિંગ બોટના સહારે આ પ્રકારની દરિયાઈ સફરની પ્રથમ ઘટના હતી, જેને લઇને પણ પોરબંદરથી શરૂ કરીને સોમનાથ સુધીના દરિયામાં દિવ્યાંગોનો ભારે ઉત્સાહ જોવા મળતો હતો.

પ્રથમ વખત કાયકિંગ સફર પર નીકળેલા દિવ્યાંગોએ કરી હતી કઠોર પૂર્વ તૈયારી

ગુજરાતના ઇતિહાસની 120 કિલોમીટરની દરિયાઈ સફર દિવ્યાંગો દ્વારા કાયકિંગ બોટના સહારે કરવામાં આવી હોય તેવી ગુજરાતની આ પ્રથમ ઘટના હતી. પોરબંદરથી સોમનાથ સુધીનું 120 કિલોમીટરનું અંતર કાપવાને લઇને દિવ્યાંગોએ તેમની સફર શરૂ કરતાં પૂર્વે મજબૂત મનોબળ સાથે દિવસ દરમિયાન ત્રણથી ચાર કલાક જેટલો પૂર્વ અભ્યાસ માટેનો સમય ફાળવીને અંતે શારિરીક રીતે અશક્ત પરંતુ માનસિક રીતે મજબૂત દિવ્યાંગોએ અંતે ૨૮મી તારીખે પોરબંદરથી સોમનાથ સુધીની કાયકિંગ દરિયાઈ સફરની શરૂઆત કરી દિવસના 20થી 25 કિલોમીટરનું અંતર પૂર્ણ કરીને શારીરિક અશક્તિ હોવા છતાં પણ મજબૂત મનોબળનું આદર્શ ઉદાહરણ પૂરું પાડીને 120 કિલોમીટર લાંબી દરિયાઈ સફરને સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી.

ગુજરાતની દિવ્યાંગો દ્વારા થયેલી પ્રથમ કાયકિંગ સફર

ગુજરાતની આ પ્રથમ દિવ્યાંગો દ્વારા કાયકિંગ દરિયાઈ સફર હતી, જેમાં વડોદરાના 6, સુરતના 2 તેમજ રાજકોટ અને જામનગરના 1 દિવ્યાંગો તેમાં જોડાયા હતા અને દરિયાની ખૂબ જ વિપરીત અને અકળાવનારી પ્રતિકૂળતા વચ્ચે ગુજરાતની પ્રથમ દિવ્યાંગ કાયકીગ દરિયાઈ સફરને પૂર્ણ કરી હતી. સોમનાથ પહોંચતા જ તમામ ૧૦ દિવ્યાંગોએ સોમનાથ મહાદેવના દર્શન કરીને સમગ્ર વિશ્વ માટે કોરોના જેવી મહામારી દૂર થાય તે માટે વિશેષ પ્રાર્થના કરી હતી અને કાયકિંગ દરિયાઈ સફરનું આયોજન પણ આ જ ઉદ્દેશ સિદ્ધ થાય તે માટે કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પોરબંદરમાં દિવ્યાંગો માટે કૃત્રિમ હાથ અને પગ અને કેલીપર્સ વિતરણ કેમ્પ યોજાયો

આ પણ વાંચો: Isudan Gadhvi FSL Report: AAP નેતા ઇસુદાન ગઢવીનો લિકર રિપોર્ટ પોઝિટિવ, પોલીસ ફરિયાદ દાખલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.