- જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને મોંઘવારી ઘટાડવા ને લઈને કરાઈ માંગ
- સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો જૂનાગઢ જિલ્લામાં ઉજ્વળ દેખાવને લઈને કાર્યકરોમાં ભારે ઉત્સાહ
- સતત વધી રહેલી મોંઘવારી ને લઈને આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન
જુનાગઢ આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સતત વધી રહેલી મોંઘવારી તેમજ ખેડૂતોને કૃષિ જણસોના યોગ્ય પોષણ અને પુરતા ભાવ મળે તેને લઈને જૂનાગઢ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં તેવી માંગ કરવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર તાકીદે મોંઘવારી પર કાબૂ મેળવે. ગરીબ અને મધ્યમવર્ગને મોંઘવારીને કારણે જે વેઠવું પડી રહ્યું છે તે અંગે સરકાર તાત્કાલિક ધોરણે કોઇ નિર્ણય લે, નહીંતર આમ આદમી પાર્ટી મોંઘવારી અને ભાવ વધારાને લઇને જાહેર માર્ગો પર આંદોલન પર પણ ઉતરતા ખચકાશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો : AAPના કાર્યકર્તાઓએ સરકારના વિરુદ્ધ પ્રદર્શન કરી રોડ પર ભીખ માંગી
જુનાગઢ આમ આદમી પાર્ટી મોંઘવારીને લઈને આવી મેદાનમાં
દિનપ્રતિદિન વધી રહેલી મોંઘવારી ને લઈને આમ આદમી પાર્ટી હવે મેદાનમાં આવી છે, આજે પક્ષના કેટલાક કાર્યકરોએ જૂનાગઢ જિલ્લા કલેકટર કચેરીએ જઈને આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં સતત વધી રહેલી મોંઘવારી ને કારણે ગરીબ અને મધ્યમ વર્ગને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ જગતના તાતને કૃષિ પેદાશોના યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા ત્યારે કેન્દ્ર સરકાર તાકીદે મોંઘવારીને લઈને કોઈ શ્વેતપત્ર બહાર પાડે તેવી માગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો : સુરતમાં આમ આદમી પાર્ટીએ નવનિયુક્ત મેયરનો ઘેરાવ કર્યો
આમ આમમી માટે પ્રજાના મતો કિંમતી
ગત સામાન્ય ચૂંટણીઓમાં પક્ષને મળેલી સફળતાને લઇને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જુનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટણીજંગ લડવામાં સફળ રહ્યા હતા અને જે પૈકીના ત્રણ ઉમેદવારો ચૂંટણી જંગ જીતી ને ભાજપ-કોંગ્રેસ સામે બળીયા પુરવાર થયા હતા. ત્યારે પ્રજાનો આ મત આમ આદમી પાર્ટી માટે ખૂબ જ મહત્વ રાખતા હોવાથી આમ આદમી પાર્ટી સામાન્ય પ્રજાના મુદ્દાઓને લઈને રાજકીય ગતિવિધિ કરતી આવી છે. ગરીબ અને મધ્યમ વર્ગને સતત મોંઘવારીનો રાક્ષસ દિન પ્રતિદિન કનડી રહ્યો છે ત્યારે મોંઘવારીના પ્રશ્ન હવે આમ આદમી પાર્ટીએ અવાજ ઉઠાવ્યો છે અને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને કેન્દ્ર સરકાર મોંઘવારીનો આ રાક્ષસથી ગરીબ અને મધ્યમ વર્ગને ઉગારે તેવી માગ કરાઇ છે.