ETV Bharat / city

જામનગરમાં યુવતી પર પાડોશી યુવકે જ્વલંતશીલ પદાર્થનો સ્પ્રે છાટ્યો, યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ - જામનગરના સમાચાર

જામનગર શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતી ઉપર પાડોશમાં રહેતા યુવકે જ્વલંતશીલ પદાર્થનો સ્પ્રે છાંટતા યુવતી બેહોશ થઇ ગઈ હતી અને સારવાર અર્થે જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

જામનગરમાં યુવતી પર પાડોશી યુવકે જ્વલંતશીલ પદાર્થનો સ્પ્રે છાટ્યો, યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ

author img

By

Published : May 29, 2021, 7:35 PM IST

  • યુવતી સ્નાન કરવા બાથરૂમમા ગઇ હતી
  • બાથરૂમની બારીમાંથી છાંટ્યો જ્વલંતશીલ પદાર્થ
  • યુવકે જુના મનદુઃખમાં યુવતી પર જ્વલંતશીલ પદાર્થ છાંટયો
  • યુવક સામે નોંધાઈ પોલીસ ફરિયાદ

જામનગરઃ શહેરના એક વિસ્તારમાં રહેતી યુવતી ઉપર પાડોશમાં રહેતા યુવકે જ્વલંતશીલ પદાર્થનો સ્પ્રે છાંટ્યો હતો. જેને કારણે યુવતીને આંખ,પીઠ અને હાથના ભાગે બળતરા થઇ હતી બાદમાં તે બેહોશ થઇ જતા તાત્કાલિક સારવાર અર્થે જામનગર ગુરુ ગોવિંદ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી.

જામનગરમાં યુવતી પર પાડોશી યુવકે જ્વલંતશીલ પદાર્થનો સ્પ્રે છાટ્યો, યુવતીને હોસ્પિટલમાં દાખલ કરાઈ

આ પણ વાંચોઃ પરિણીતા પર સાસુએ કર્યો એસિડ એટેક, પતિ સહિત સાસુ-સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

યુવતીને 108ની મદદથી જી. જી. હોસ્પિટલમાં ખસેડાઇ

અગાઉ 6 મહિના પહેલા કચરો ફેંકવા બાબતે માથાકૂટ થઈ હતી અને ત્યાર બાદ અવારનવાર માથાકૂટ કરતા અને માનસિક ત્રાસ આપતા હતા. યુવતી સવારે 8:15 વાગ્યે બાથરૂમમાં સ્નાન કરવા ગઇ ત્યારે જ્વલંતશીલ પદાર્થ બાથરૂમની બારીમાંથી છાંટ્યો હતો. જેના કારણે યુવતીને આંખ, પીઠ પાછળ અને હાથના ભાગે બળતરા ઉપાડી હતી અને શ્વાસ લેવામાં તકલીફ થતાં જી. જી. હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં સારવાર માટે ખસેડાઇ હતી. યુવતીના વાલીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી છે અને યુવક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

આ પણ વાંચોઃ પૂર્ણિયામાં નજીવી બાબતે પાડોશીએ 11 લોકો પર ફેંક્યું એસિડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.