ETV Bharat / city

બાળકોમાં જોવા મળતા સંચારી રોગને લઇને જૂનાગઢમાં યોજાઇ બેઠક - Physical development

હાલમાં નાના બાળકોમાં સંચારી નામનો નવો રોગ જોવા મળી રહ્યો છે જેના કારણે જૂનાગઢ તંત્ર સતર્ક બન્યું છે અને જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ કલ્યાણ અધિકારીની હાજરીમાં બેઠક યોજી હતી. આંગણવાડી બહેનોને બાળકોના ખોરાક પર ખાસ ધ્યાન આપવા જણાવ્યું છે.

junagadh
બાળકોમાં જોવા મળતા સંચારી રોગને લઇને જૂનાગઢમાં યોજાઇ બેઠક
author img

By

Published : Mar 26, 2021, 11:28 AM IST

Updated : Mar 26, 2021, 4:29 PM IST

  • બાળકોમાં જોવા મળતાં સંચારી રોગ ને લઈને યોજવામાં આવી બેઠક
  • બેઠકમાં બાળકોના પોષણને લઈને આપવામાં આવી માહિતી
  • બાળકો પોષણયુક્ત આહાર ગ્રહણ કરે તે માટે આંગણવાડી કાર્યકરોને કરવામાં આવી તાકીદ

જૂનાગઢ: જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં સંચારી રોગને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ કલ્યાણ અધિકારીની હાજરીમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંચારી રોગ ને લઈને ઉપસ્થિત આંગણવાડી અને બાલ વાડીના સંચાલકોને માહિતી પુરી પાડવામાં આવી હતી

બાળકોમાં જોવા મળતા સંચારી રોગ ને લઈને જિલ્લા પંચાયતમાં યોજાઇ બેઠક

બાળકોમાં સંચારી નામનો રોગ જોવા મળે છે આ રોગ પોષણક્ષમ આહાર નહીં મળવાને કારણે થતો હોવાની એક માન્યતા છે. જે અંતર્ગત આજે જૂનાગઢ જિલ્લા પંચાયતના સભાખંડમાં સંચારી રોગને લઈને જિલ્લા આરોગ્ય અધિકારી અને બાળ કલ્યાણ વિકાસ અધિકારીની હાજરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આંગણવાડીમાં આવતા બાળકોને ખાસ તકેદારી સાથે પોષણક્ષમ આહાર મળી રહે તે માટે આંગણવાડીની સંચાલકોને વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : મહેસાણા જિલ્લામાં આંગણવાડી કેન્દ્રોની હાલત ખરાબ

બાળકોનો અટકી જાય છે શારિરીક વિકાસ

સંચારી રોગને કારણે બાળકો કુપોષણ અને બીમારીનો ભોગ બને છે. સંચારી રોગ મોટે ભાગે પોષણક્ષમ આહાર નહીં મળવાને કારણે થતું હોવાનો તબીબો માની રહ્યા છે આ રોગમાં બાળકોનો ક્રમબદ્ધ શારીરિક વિકાસ અટકી પડે છે અથવા તો કેટલાક આંતરિક અને બાહ્ય અંગોનો વિકાસ સપ્રમાણમાં બાળકની વયને આધીન થવો જોઈએ તેમાં વિક્ષેપ પડે છે અને બાળકનું કોઈ પણ આંતરિક કે બાહ્ય અંગો કુપોષણને કારણે ક્ષિતગ્રસ્ત કે દુર્બળ જોવા મળે છે, આવી પરિસ્થિતિમાં બાળક કાયમી ધોરણે કોઈ શારીરિક ખોડખાપણનો ભોગ પણ બની શકે છે ત્યારે બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે તો સંચારી નામનો રોગ બાળકોથી દૂર રહેશે માટે ખાસ કરીને આંગણવાડીમાં આવતા પ્રત્યેક બાળકને પોષણયુક્ત આહાર મળી રહે તેમજ બાળક કુપોષણથી પીડિત ન બની જાય તેની વિશેષ કાળજી રાખવા માટે આજની બેઠક યોજવામાં આવી હતી જેમાં તબીબોએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું

આ પણ વાંચો : આંગણવાડી વર્કરો પાસે હપ્તા માગતા તાલુકા વિકાસ અધિકારીને કરાઇ રજૂઆત

Last Updated : Mar 26, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.