ETV Bharat / city

આગામી શિવરાત્રીને લઈને ભવનાથ મંદિરમાં યોજાઈ સાધુ-સંતોની બેઠક - ગિરનાર શિવરાત્રી મેળો

આગામી મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથ તળેટીના સાધુ-સંતોએ ભવનાથ મંદિરમાં ધાર્મિક બેઠકનું આયોજન કર્યું હતું. શિવરાત્રીના દિવસે સુચારું આયોજન થઈ શકે તેમજ ભવનાથ પરિક્ષેત્રમાં આવેલા વિવિધ અખાડાઓ અને ધાર્મિક જગ્યામાં પ્રવેશ કરવા માટે કોઈ અડચણ ન ઉભી થાય તે માટે પોલીસ વિભાગના અધિકારીઓએ પણ બેઠકમાં હાજરી આપી હતી, અને આગામી શિવરાત્રીના દિવસનું આયોજન કરવાનું સર્વાનુમતે નક્કી થયું હતું.

શિવરાત્રીના દિવસે આયોજન અંગે સાધુ-સંતોની મળી બેઠક

author img

By

Published : Mar 4, 2021, 10:36 AM IST

Updated : Mar 4, 2021, 4:28 PM IST

  • આગામી શિવરાત્રીના દિવસે આયોજન અંગે સાધુ-સંતોની મળી બેઠક
  • બેઠકમાં ભવનાથ મંડળના સાધુ-સંતો તેમજ પોલીસ અધિકારી રહ્યા હાજર
  • સામાન્ય પ્રવાસીઓ માટે મેળામાં પ્રવેશ પર પ્રતિબંધ
  • મંદિર અને ધાર્મિક જગ્યામાં સેવકોને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવામાં આવશે

જૂનાગઢ: આગામી મહાશિવરાત્રીના દિવસે ભવનાથ ક્ષેત્રમાં ધાર્મિક મેળાનું આયોજન થઈ રહ્યું છે, જેને ધ્યાને રાખીને ભવનાથ મંદિરમાં ગિરનાર પરિક્ષેત્રના સાધુ-સંતો અને અગ્રણીઓની હાજરીમાં એક ધાર્મિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના વિભાગીય પોલીસ અધિકારી સહિત ભવનાથના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ હાજરી આપી હતી.

આ પણ વાંચો: છેલ્લા 12 વર્ષથી મૌન વ્રત અને શિવજીની સેવા કરતા ખડેશ્રી બાબા ભવનાથના મેળાનું આકર્ષણ

શિવરાત્રીના મેળા અંગે થયું આયોજન

સાધુ સમાજ તેમજ અગ્રણી સંતોના વિચારોની આપ-લે કરવામાં આવી હતી. આ મેળામાં કોઈપણ સામાન્ય પ્રવાસીને પ્રવેશ આપવા દેવામાં નહીં આવે, પરંતુ મંદિર અને અખાડામાં કામ કરતાં સેવકોને મર્યાદિત સંખ્યામાં પ્રવેશ આપવાનું આયોજન થઈ રહ્યું છે. જેને લઇને આ બેઠકનું આયોજન કરાયું હતું.

ભવનાથ પરિક્ષેત્રમાં સામાન્ય પ્રવાસીઓ માટે પ્રવેશબંધી

7મી તારીખથી મહાશિવરાત્રીના મેળાને લઈને ભવનાથમાં લોકોની ચહેલ-પહેલ જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણને કારણે મેળાને રદ્દ કરી દેવામાં આવ્યો છે. આવી પરિસ્થિતિમાં ભવનાથ પરિક્ષેત્રમાં કોઈપણ સામાન્ય પ્રવાસીને આ પાંચ દિવસ દરમિયાન પ્રવેશની મનાઈ ફરમાવવામાં આવી છે. આ સમય દરમિયાન કોઈપણ સામાન્ય પ્રવાસી ભવનાથ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં. માત્ર સાધુ સમાજ સાથે જોડાયેલા સેવકો અને સંતો-મહંતો તેમજ આ મહાત્માઓને ભવનાથમાં પાંચ દિવસ સુધી મર્યાદિત સંખ્યામાં પ્રવેશ કરવા માટેની મંજૂરી આપવાનો જિલ્લા કલેક્ટર અને પોલીસ વિભાગે નિર્ણય લીધો છે.

Last Updated : Mar 4, 2021, 4:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.