જૂનાગઢઃ લોકડાઉનના 50 દિવસ બાદ હવે ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. છેલ્લા 50 દિવસથી રોજગારી ગુમાવી ચૂકેલો એક યુવાન શહેરના પરોઠા હાઉસમાં ચોરી કરવા માટે ગયો હતો કે પછી પેટનો ખાડો પૂરવા..? આ યુવકેે ત્યાં જ રસોડામા ભોજન બનાવીને પેટનો ખાડો પૂર્યો હતો અને ત્યાંથી કોઈ પણ પ્રકારની અન્ય ચીજોની ચોરી કર્યા વગર બહાર નીકળી ગયો હતો. જે CCTVમાં જોઇ શકાય છે.
50 દિવસથી લોકડાઉનના સમયમાં જે બેરોજગારી વ્યાપી ગઈ છે, તેને લઈને હવે લોકો પેટનો ખાડો પૂરવા માટે ચોરી કરવા પણ મજબૂર બન્યા છે. આ દ્રશ્ય સૌ કોઈની માનવતાને હચમચાવી નાખવા માટે પૂરતા છે. પરંતુ એક યુવાન પોતાની પેટની આગ બુઝાવવા માટે ચોરી કરવાનો નિર્ણય કરે છે, તે આપણા સભ્ય સમાજ માટે ખુબ જ લાંછનરૂપ ઘટના ગણાવી શકાય.
![પેટનો ખાડો પૂરવા માટે જૂનાગઢમાં એક વ્યક્તિએ કરી રેસ્ટોરન્ટમાંથી ભોજનની ચોરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-02-chiri-vis-02-av-7200745_14052020102016_1405f_1589431816_71.jpg)