ETV Bharat / city

જૂનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા શિંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ

જૂનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા વિનય સોલ્યુબલ નામના શિંગદાણાના કારખાનામાં અચાનક આગ લાગતા લાખોનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ફાયર ફાઈટરના જવાનોને આગ પર કાબૂ મેળવવા બે કલાક જેટલી જહેમત ઉઠાવવી પડી હતી.

જુનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા સીંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ

author img

By

Published : Apr 25, 2020, 4:56 PM IST

જૂનાગઢઃ ધોરાજી ધોરી માર્ગ પર બપોરના 12 કલાકની આસપાસ વિનય સોલ્યુબલ નામની શિંગદાણાની ફેકટરીમાં અચાનક આગ લાગી હતી. જેમાં લાખોનો જથ્થો આગમાં બળી ગયાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગ્યાની જાણ ફેક્ટરીમાં કામ કરતા લોકો અને તેમના માલિકને થતા તાકીદે જૂનાગઢ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી.

જુનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા સીંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ
હાલ લોકડાઉનના સમયમાં કેટલીક ફેક્ટરીઓને સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. જેમાં સીંગતેલના કારખાનાઓ અને શિંગદાણાનું ઉત્પાદન કરતા એકમોને પણ મુક્તિ આપવામાં આવી છે. આ બાબતને બે દિવસ થયો ત્યાં જ વિકરાળ આગમાં લાખો રૂપિયાના સીંગદાણા ખાખ થઈ ગયા છે. હાલ આગનું કારણ અને આગથી કેટલા રૂપિયાનું નુકસાન થયું છે, તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.