- રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો
- જૂનાગઢમાં નવા 8 કેસ નોંધાયા
- શહેરમાં 5 અને તાલુકામાં 3 કેસ
જૂનાગઢઃ કોરોના સંક્રમણનો બીજો રાઉન્ડમાં ગુજરાતમાં સર્વોત્તમ કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે, ત્યારે ગઈકાલે બુધવારે જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 8 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં 5 કેસ, કેશોદમાં 1 અને જિલ્લાના મેંદરડામાં 2 કેસ સામે આવ્યા છે. આ સિવાય જિલ્લાના ભેસાણ, વિસાવદર, માણાવદર, માળિયા, માંગરોળ સહિતના તાલુકામાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. જેને લઇને આરોગ્ય વિભાગે પણ હાશકારો અનુભવી રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરતમાં 34 રીક્ષા ચાલકો કોરોના પોઝિટિવ
17 ધનવંતરી રથ દ્વારા આરોગ્યની કરવામાં આવી રહી છે ચકાસણી
કોરોનાનું સંક્રમણ સતત વધતાં આરોગ્ય વિભાગ દ્વારા પણ તપાસને વધુ વેગવંતી બનાવી દેવામાં આવી છે. શહેરમાં 17 ધનવંતરી રથ દ્વારા લોકોના આરોગ્યની ચકાસણી પણ કરાઈ રહી છે, જે વિસ્તારમાં કોરોના સંક્રમિત કેસ સામે આવે તેવા વિસ્તારમાં ચકાસણી વધુ કરવામાં આવી રહી છે, આ તમામ રથોમાં મેડિકલની એક ટીમ કાર્યરત રાખવામાં આવી છે. જેમાં ગઈકાલે બુધવારે આ ટીમ દ્વારા 1415 લોકોની તપાસ કરવામાં આવી હતી. એક તરફ સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. તો બીજી તરફ અન્ય જિલ્લાની સરખામણીમાં જૂનાગઢ જિલ્લામાં કોરોના ઓછા કેસ નોંધાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ જૂનાગઢના પ્રથમ કોરોના સંક્રમિત દર્દીની ETV ભારત સાથે ખાસ વાતચીત..
અન્ય જિલ્લાની સરખામણીમાં જૂનાગઢમાં હાલ પરિસ્થિતિ સારી
પ્રથમ તબક્કાના કોરોના સંક્રમણ કાળમાં જૂનાગઢ શહેર અને જિલ્લામાં દરરોજ 80 કરતા વધુ કોરોના સંક્રમણના કેસ સામે આવતા હતા, પરંતુ ત્યારબાદ લોકડાઉનને લઈ ધીમે ધીમે પરિસ્થિતિ બિલકુલ સામાન્ય અને પૂર્વવત બની રહી છે, ત્યારે કોરોના સંક્રમણના બીજા રાઉન્ડમાં જૂનાગઢ કોર્પોરેશન વિસ્તાર અને જિલ્લામાં પ્રથમ રાઉન્ડ જેટલા કેસ હજુ સુધી સામે આવ્યાં નથી. ગત વર્ષે જે પ્રકારે કોરોના સંક્રમણ હાહાકાર મચાવી રહ્યું હતું તેની સરખામણીએ જિલ્લામાં હાલ પરિસ્થિતિ સારી છે. લોકોની સાવચેતી અને આરોગ્ય વિભાગની ચુસ્ત કામગીરીને કારણે જૂનાગઢ જિલ્લામાં કોરોનાના બીજા રાઉન્ડમાં હજુ સુધી કોરોના સંક્રમણનો આંકડો ડબલ ફિગરમાં પહોંચ્યો નથી.