ETV Bharat / city

8 Hours Electricity Demand : ખેતીને લગતા વીજ પુરવઠાના સરકારી દાવાની પોલ ખોલતા જૂનાગઢના ખેડૂતો

author img

By

Published : Mar 28, 2022, 9:04 PM IST

વિધાનસભામાં જૂનાગઢના એમએલએ ભીખાભાઈ જોશીએ ઊર્જાવિભાગને 8 કલાક વીજળી (8 Hours Electricity Demand ) બાબતે પ્રશ્ન પૂછ્યો હતો. જૂનાગઢના ગીર કાંઠા વિસ્તારના ગામોમાં કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryoday Yojna) અંતર્ગત 8 કલાક સુધી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેઓ જવાબ સરકારે રજૂ કર્યો હતો. આ દાવો ખેડૂતો દ્વારા નકારાયો (Reactions of Junagadh Farmers) છે.

8 Hours Electricity Demand : ખેતીને લગતા વીજ પુરવઠાના સરકારી દાવાની પોલ ખોલતા જૂનાગઢના ખેડૂતો
8 Hours Electricity Demand : ખેતીને લગતા વીજ પુરવઠાના સરકારી દાવાની પોલ ખોલતા જૂનાગઢના ખેડૂતો

જૂનાગઢ- દિવસે ખેતીલાયક વીજપુરવઠો આપવાની સરકારની જાહેરાત કર્યા મુજબ આઠ કલાકનો આપવાનો (8 Hours Electricity Demand )નિયમ છે. તે મુજબ જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ (Junagadh MLA Bhikhabhai Joshi) વિધાનસભામાં કરેલા સવાલના જવાબમાં ઊર્જાવિભાગે જૂનાગઢ જિલ્લાના અને ખાસ કરીને ગીર કાંઠા વિસ્તારના ગામોમાં કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryoday Yojna)અંતર્ગત આઠ કલાક સુધી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે તેઓ જવાબ રજૂ કર્યો હતો.

સરકારનો આ દાવો પોકળ છે તેવું જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માની રહ્યા છે

ઈટીવીએ કર્યું રિયાલિટી ચેક - સરકારના આ દાવાની તપાસ માટે ઈટીવી ભારતે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોની વચ્ચે થઈને વીજ પુરવઠો સમયસર અને પૂરતા પ્રમાણમાં મળે છે કે નહીં તેને લઈને રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં રાજ્યના ઊર્જાવિભાગે ધારાસભ્યને આપેલો જવાબ બિલકુલ અસત્ય હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. ખેડૂતો આજે પણ ખેતીલાયક વીજ પુરવઠાની રાહ જોઈને બેસી રહ્યા છે. પરંતુ સરકારના પોકળ દાવાની વચ્ચે વીજળી વેરણ બની રહી છે જેનું સૌથી મોટું નુકસાન જગતના તાતને થઈ રહ્યું છે.

આ પણ વાંચોઃ Bjp Vs Congress on Electricity : વીજ કટોકટી દૂર કરવા વાઘાણીનું આશ્વાસન, તો સામેપક્ષે કોંગ્રેસે કરી દીધી આવી માગ

સરકાર પાસે ઉદ્યોગો માટે વીજળી ભરપૂર પરંતુ ખેતી માટે સર્જાય છે વીજ કટોકટી - જૂનાગઢ જિલ્લાના ખેડૂતો સરકારના ઊર્જાવિભાગ દ્વારા વિધાનસભામાં આપવામાં આવેલા જવાબને બિલકુલ અસત્ય માની (Reactions of Junagadh Farmers) રહ્યાં છે. રાજ્ય સરકાર પાસે ઉદ્યોગોને 24 કલાક આપવા માટે ભરપૂર વીજળી આજે પણ છે. પરંતુ ખેડૂતના ખેતર સુધી પહોંચતા આ વીજળી કટોકટીમાં પરિવર્તિત થઈ જાય છે. સરકારનો આ દાવો પોકળ છે તેવું જૂનાગઢ જિલ્લાના ખેડૂતો માની રહ્યા છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે રાજ્યની સરકાર ખેતીની સાથે ખેડૂતોને પાયમાલ કરવાના એકમાત્ર ઇરાદા સાથે આગળ વધી રહી છે. જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે અને માંગ કરી રહ્યાં છે કે પૂરતા પ્રમાણમાં ખેતીલાયક વીજ પુરવઠો (8 Hours Electricity Demand )કે જે ખુદ રાજ્ય સરકારે સમય અને તેની અવધી નિર્ધારિત કરી છે તે મુજબ તેમને મળવો જોઇએ.

આ પણ વાંચોઃ ખેડૂતોને અન્યાય: 8 કલાક વીજ પુરવઠામાંથી 6 કલાક કરતા ધરણા

ધીમે ધીમે આંદોલન બની રહ્યું છે વધુ વેગવંતું -ખેતીલાયક વીજ પુરવઠો (8 Hours Electricity Demand )પૂરો પાડવાને લઈને સમગ્ર રાજ્યમાં ધીમે ધીમે આંદોલન વધુ આગળ વધી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં સરકારે અસત્ય માહિતી પુરી પાડી હોય આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર ખેડૂતોના હિતની કઈ રીતે વાત કરતી હશે તેને લઇને પણ જૂનાગઢ જિલ્લાના ખેડૂતોએ સરકાર પર ખેતીલાયક વીજળી પૂરી પાડવાની નીતિ છે તેને શંકાની નજરથી (Reactions of Junagadh Farmers) જોઈ રહ્યા છે. ખેડૂતો પાસે સરકારની નીતિ સામે સવાલો અને શંકા કરવાનો પૂરતો તર્ક પણ મોજૂદ છે. સરકારની જાહેરાતની વચ્ચે આજે પણ ખેતીલાયક વીજળી વેરણ બની રહી છે જેનો ભોગ જૂનાગઢ અને રાજ્યનો ખેડૂત અને કૃષિ પાકો બની રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.