ETV Bharat / city

Girnar Ascent and Descent Competition: આરોહણ સ્પર્ધાની તૈયારીને આખરી ઓપ આપતા રાજ્યભરના સ્પર્ધકો

36મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું (36th Girnar Ascent and Descent Competition) આયોજન થવા જઈ રહ્યું છે, ત્યારે સ્પર્ધાને લઈને તમામ તૈયારીઓને અંતિમ ઓપ આપતા સ્પર્ધકો ગિરનારમાં (Girnar Mountaineering) જોવા મળી રહ્યા છે. રવિવારે વહેલી સવારે સાત વાગ્યે સ્પર્ધાનો પ્રારંભ થશે અને બપોરના બાર સુધીમાં સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોની ચાર કક્ષાની સ્પર્ધા (Competition In Junagadh) પૂર્ણ થયા બાદ વિજેતાઓ જાહેર કરવામાં આવશે.

Girnar ascending decendingevent
Girnar ascending decendingevent
author img

By

Published : Jan 1, 2022, 4:39 PM IST

જૂનાગઢ: રવિવારે રાજ્યકક્ષાની 36મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન (Girnar Ascent and Descent Competition) થયું છે. વહેલી સવારે સાત વાગ્યે સિનિયર અને જુનિયર ભાઈઓ અને ત્યારબાદ સવારના 9 કલાકે સિનિયર અને જુનિયર બહેનોની ચાર સ્પર્ધાનું અલગ અલગ આયોજન કરાયું છે, જેને લઇને સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોએ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. સ્પર્ધા જીતવા માટે સમગ્ર રાજ્યભરમાંથી 1058 જેટલા સિનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોએ (Competition In Junagadh) સ્પર્ધામાં ભાગ લઈને મુશ્કેલ કહી શકાય અને સાથોસાથ અલગ અનુભવ અપાવતી આ સ્પર્ધામાં ભાગ લીધો છે. સ્પર્ધાના વિજેતાઓ રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પણ પસંદગી પામશે.

36મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાની તૈયારીને આખરી ઓપ આપતા રાજ્યભરના સ્પર્ધકો

ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધા યુવાનોને પૂરી પાડે છે અનોખી તક

ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા (Girnar Ascent and Descent Competition) શાળા કક્ષાએથી તૈયાર થતાં ખેલાડીઓને એક વિશેષ પ્રકારની રમત ગમત સ્પર્ધાની તક પૂરી પાડે છે. સ્પર્ધામાં મુશ્કેલ કહી શકાય તે પ્રકારે સિનિયર અને જુનિયર ભાઈઓ માટે અંબાજી મંદિર સુધી 5500 અને બહેનો માટે માળી પરબ સુધી 2200 પગથિયાંનું અંતર રાખવામાં આવ્યું છે, જેમાં સૌથી ઓછા સમયમાં અંતર પુરુ કરીને પરત અંબાજી મંદિર અને માળીપરબથી વિજય રેખા પરત પહોંચશે તેને 36મી ગિરનાર આરોહણ અને અવરોહણ સ્પર્ધાના (Girnar Mountaineering) રાજ્ય સ્તરના વિજેતાઓ જાહેર કરવામાં આવશે. આ સ્પર્ધાને લઈને સમગ્ર ગુજરાતમાંથી સ્પર્ધકો આવતા હોય છે. કેટલાંક વર્ષથી જૂનાગઢની સાથે ચોટીલા, પાવાગઢ સહિત અન્ય પર્વતોમાં પણ આરોહણ- અવરોહણ સ્પર્ધાનું આયોજન કરાયું છે પરંતુ સૌથી જૂની સ્પર્ધા હોવાથી પ્રત્યેક ખેલાડીઓનો લગાવ ગીરનાર તરફ વધુ હોવાને કારણે સવિશેષ પ્રમાણમાં સ્પર્ધકો જૂનાગઢમાં હાજર જોવા મળે છે.

આ પણ વાંચો: Bhima Koregaon War: ભીમા- કોરેગાંવ યુદ્ધના 204 વર્ષ પૂર્ણ થવા પર હજારો લોકો પહોંચ્યા વિજયસ્તંભ

આ પણ વાંચો: Hill Slipped In Bhiwani : હરિયાણાના ભિવાનીમાં મોટી દુર્ઘટના, પહાડ તૂટતાં એકનું મોત, અનેક દટાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.