જૂનાગઢઃ 22 માર્ચના રોજ સમગ્ર દેશમાં જનતા કરફ્યૂનો માહોલ જોવા મળશે. જનતા કરફ્યૂના માહોલના દિવસમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત પરિવહન ક્ષેત્રના વાહનો પણ 24 કલાક માટે આ કરફ્યૂમાં જોડાઈને કોરોના વાઇરસ સામેની લડતમાં સહભાગી બનશે. આ કારણે બસ અને ટ્રેન જેવી સુવિધાઓ 24 કલાક માટે સમગ્ર દેશમાં બંધ જોવા મળશે.
શહેરમાં આવેલા અન્ય જિલ્લાના લોકો પણ હવે તેમના વતન ભણી જતા જોવા મળી રહ્યા હતા. શનિવારે જ્યારે સમગ્ર દેશમાં પરિવહન ઠપ્પ થવાનું છે, ત્યારે અન્ય પ્રાંતના મુસાફરો કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં ફસાવા કરતાં પોતાના વતનમાં પરિવાર સાથે રહેવાનું વધુ સુરક્ષિત માની રહ્યા છે. તેના જ કારણે મુસાફરો શનિવારે રાત્રીના 12 કલાક પહેલાં જૂનાગઢમાંથી બહાર નીકળવાના પ્રયત્નો કરી રહ્યા છે.