જામનગરઃ શહેરમાં બૂટલેગરનો ત્રાસ દિવસેને દિવસે વધી (Bootleggers Terror in Jamnagar) રહ્યો છે. તેનું એક તાજું જ ઉદાહરણ સામે આવ્યું છે. શહેરમાં એક યુવકે બૂટલેગરોના ત્રાસથી આત્મહત્યા (Youth suicide in Jamnagar) કરી લીધી છે. જોકે, યુવકે આત્મહત્યા કરતા પહેલા સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ પોસ્ટ (Youth posted video on Social Media) કર્યો હતો. બીજી તરફ મૃતક યુવકના પરિવારજનોએ જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ પણ વાંચો- વડોદરા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસ: પીડિતાને મદદ કરનાર બૂટલેગર અલપુ સિંધીને ક્રાઇમ બ્રાન્ચ લવાયો
યુવકને મળતી હતી ધમકીઓ - આ અંગે મળતી માહિતી અનુસાર, જામનગરના જામવંથલી ગામમાં રહેતા નિતીન પરમારના 24 વર્ષીય યુવકે બૂટલેગર વિરૂદ્ધ એટ્રોસિટીની (Bootleggers Terror in Jamnagar) ફરિયાદ નોંધાવી હતી. તે અનુસંધાને તેને ધમકીઓ પણ મળતી હોવાની વિગતો બહાર આવી છે. યુવકે વીડિયોમાં બુટલેગરના ત્રાસથી આત્મહત્યા (Youth suicide in Jamnagar) કરી હોવાનું કહ્યું હતું. જોકે, યુવકને સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલમાં લવાયો હતો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
આ પણ વાંચો- Land Mafia In Rajkot: રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં ભુમાફિયાઓનો આતંક, આધેડનું સારવાર દરમિયાન મોત
યુવકે વીડિયોમાં 2 બૂટલેગરના નામ આપ્યા હતા - યુવકના પરિવારજનો માગ કરી રહ્યા છે કે, બૂટલેગર વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. જોકે, અત્યારે પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. બીજી તરફ મળતી વિગત અનુસાર, મૃતક યુવક નીતિન પરમારે આત્મહત્યા પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો અપલોડ કર્યો હતો. તેમાં યુવકે 2 બૂટલેગરના નામ આપ્યા (Bootleggers Terror in Jamnagar) હતા. બંને બૂટલેગર યુવકને હેરાન કરતા હોવાની વાત બહાર આવી છે.