ETV Bharat / city

જામનગરમાં નવરાત્રી જેવો માહોલ, કોરોનાકાળમાં Yog Garba માં જોડાયાં શહેરીજનો

જામનગરમાં આજ અને આવતીકાલના રોજ લીલાવંતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા બે દિવસીય યોગ ગરબા ( Yog Garba ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ આઠ બેચમાં અંદાજિત 800 લોકો જુદા જુદા ગરબાના તાલે વિવિધ આસનો કરી રહ્યાં છે

જામનગરમાં નવરાત્રી જેવો માહોલ, કોરોનાકાળમાં Yog Garba માં જોડાયાં શહેરીજનો
જામનગરમાં નવરાત્રી જેવો માહોલ, કોરોનાકાળમાં Yog Garba માં જોડાયાં શહેરીજનો
author img

By

Published : Jul 10, 2021, 7:03 PM IST

  • જામનગરમાં લીલાવતી નેચર ક્યોંર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા યોગ ગરબાનું આયોજન
  • જામનગર પ્રાંત અધિકારી આસ્થા ડાંગર યોગ ગરબા રમ્યાં
  • બે દિવસ ચાલશે યોગ ગરબાનો કાર્યક્રમ

જામનગરઃ શહેરમાં આજે અને આવતીકાલે 11 જુલાઈએ એમ બે દિવસ લીલાવંતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટર દ્વારા યોગ ગરબા ( Yog Garba ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં કુલ આઠ બેચમાં 800 લોકો જુદાજુદા ગરબાના તાલે વિવિધ આસનો કરશેે. આ કાર્યક્રમનો પ્રારંભ આજે સવારે 9 વાગ્યે મેયર બીનાબેન કોઠારી, રાજ્યમંત્રી હકુભા, આયુર્વેદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અનુપ ઠાકરની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો
કોરોનાકાળમાં રોગ પ્રતિકારશકિત વધારવા Yog Garba ઉપયોગી
આજની ભાગદોડભરી તથા માનસિક તણાવયુક્ત જીવનમાં લોકોની જરુરિયાતોને ધ્યાનમાં રાખી નેચરોપેથી એટલે કે, કુદરતી ઉપચાર કરવામાં આવી રહ્યાં છે. જેમાં સૌ પ્રથમ પ્રત્યેક વ્યક્તિની સમસ્યા, રોગ તેમજ રોગોની ચાલી રહેલ સારવાર, દવાઓ વગેરેની જાણકારી મેળવી વ્યક્તિની પ્રકૃત્તિ અનુસાર તેની સારવાર અને તેને અનુરુપ દિનચર્યા નિર્ધારીત કરી સેન્ટરમાં બે દિવસથી લઇને એક મહિના સુધીની સારવાર આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા કોરોનાકાળમાં લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઇ તેમજ લીલાવંતીબેન શાહની પૂણ્યતિથિ નિમિત્તે અનોખા ( Yog Garba ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

કુલ આઠ બેચમાં 800 લોકો જુદાજુદા ગરબાના તાલે વિવિધ આસનો કરશેે
બે દિવસ ચાલનાર Yog Garba માં 800 જેટલા લોકોએ લીધો ભાગઆજ અને આવતીકાલ કુંવરબાઇ જૈન ધર્મશાળામાં વિનામૂલ્યે યોગ ગરબા કાર્યક્રમનું ( Yog Garba ) આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં બે દિવસ દરમિયાન એક-એક કલાકના કુલ 8 બેચમાં યોગ ગરબા કરવામાં આવશે. જેમાં કોરોના મહામારીમાં સરકારની ગાઇડલાઇનને ધ્યાને રાખી બેચ દીઠ 100 લોકોને મંજૂરી આપવામાં આવી છે.

Yog Garba માં ભાગ લીધેલ સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો
આ વિનામૂલ્યે યોગ ગરબા ( Yog Garba ) કાર્યક્રમમાં જોડાવા માટે અગાઉથી રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરુ થઇ ચૂકી છે. આ કાર્યક્રમમાં યોગ ગરબાની તાલીમ આપવા સુરતથી ખાસ તાલીમકાર અનિશ રંગરેજને પણ જામનગરમાં બોલાવાયાં છે અને ઉપસ્થિત લોકોને યોગ ગરબાની તાલીમ પુરી પાડી છે.

આ પણ વાંચોઃ યોગ આંખોના સ્નાયુઓમાં લોહી પરિભ્રમણને વધારે છે

આ પણ વાંચોઃ India Book of World Records માં ગિરનારના સંત બિડલાદાસ બાપુ, યોગાસન માટે બે સન્માનપત્રો મેળવ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.