- આજે 20 મે એટલે વિશ્વ મધમાખી દિવસ
- વિશ્વ મધમાખી દિવસની ઉજવણી ઓનલાઇન કરાઇ
- ખેડૂતો આ કાર્યક્રમમાં ઓનલાઇન જોડાયા
જામનગરઃ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર દ્વારા આજ 20 મેના દિવસે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો સાથે “વિશ્વ મધમાખી દિવસ” (World Honeybee Day)ની ઉજવણી ઓનલાઈન ગુગલ મીટના માધ્યમથી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ પ્રગતિશીલ ખેડૂતે મધમાખી ઉછેર કેન્દ્ર કર્યું શરૂ
34 જેટલા પ્રગતિશીલ ખેડૂતો ઓનલાઈન ગુગુલ મીટમાં જોડાયા
આ ઉજવણી માટે આ કેન્દ્રના હોમ સાયન્ટિસ્ટ એ. કે. બારૈયાએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. કાલાવડ તાલુકાના પ્રોગ્રેસીવ અને એન્ટરપ્રીન્યર ખેડૂત એવા દર્શનભાઈ “મધુધારા” નામે મધમાખીઓનું પાલન કરે છે. તેમણે પોતાનું વક્તવ્ય આપીને મધમાખીઓનો પ્રેક્ટિકલ ઉછેર, તેમનું માઈગ્રેશન (ફેરવણી), તેમના ભય સ્થાનો, તેમની ઉત્પાદકતા, લેવાની કાળજી વગેરે ઊંડાણ પૂર્વક સમજ આપવામાં આવી હતી. તેમને મધમાખી ઉછેર માટે ખરેડી (કાલાવડ)થી કાશ્મીર સુધીની યાત્રા વિષે પણ ખેડૂતોને સમજ આપીને મધમાખી ઉછેરમાં સફળ કઈ રીતે થવાય તેની જાણકારી આપી હતી.
આ પણ વાંચોઃ ડીસા તાલુકા શેરપુરા ગામે ખેડૂત મધનું ઉત્પાદન કરી લાખો રૂપિયાની કરી રહ્યો છે કમાણી
મધમાખીના ઉછેર, જતન વિશે વિસ્તૃત માહિતી આપાઈ
ત્યારબાદ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા ડો. કે. પી. બારૈયાએ ખેડૂતોને મધમાખી વિષે તેમની પ્રજાતિ, તેમના સ્વરૂપ, તેમાં આવતા રોગ અને જીવાતો તથા નુકસાન કરતા પરિબળો પર જીણવટભરી માહિતી ઓડિયો વિઝ્યુલ દ્વારા આપીને ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. પરાગનયનમાં મધ માખીનો ફાળો, કોરોનાના કપરા સમય માટે મધની માનવ શરીરમાં આયુર્વેદિક ઔષધી તથા ઈમ્યુનીટી/રોગ પ્રતિકારક શક્તિ વધારવા કઈ રીતે ઉપયોગી થઈ શકે તેમની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
મધમાખીનો ઉછેર કરી અનેક ખેડૂતો બની રહ્યા છે સમૃદ્ધ
સમગ્ર કાર્યક્રમ ખેડૂતોએ પ્રશ્નોતરી કરી એક નવા સોપાન સર કરવા માટેની તૈયારી કર્યા બાદ મધમાખી ખેતી માટે કઈ રીતે ઉપયોગી છે ? તે માટે 34 જેટલા ઉત્કૃષ્ટ ખેડૂતોએ ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.