ETV Bharat / city

જામનગરમાં ઘુળેટીનો માહોલ ફિક્કો, લોકોએ કર્યું કોરોના ગાઈડલાઈનનું પાલન - Holi in Jamnagar

કોરોનાની મહામારીના કારણે રાજ્ય સરકાર દ્વારા તહેવાર પૂર્વે જાહેરમાં ધુળેટી ન ઉજવવા અંગે જાહેરાત કરવામાં આવી હતી. જામનગરમાં લોકોએ ધુળેટીની ઉજવણીમાં સરકારની આ જાહેરાતનુ અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કર્યું હતું.

જામનગરમાં ધુળેટીનો ફિક્કો માહોલ
જામનગરમાં ધુળેટીનો ફિક્કો માહોલ
author img

By

Published : Mar 29, 2021, 5:23 PM IST

  • પવિત્ર તહેવાર હોળીના બીજા દિવસે કરાય છે ધુળેટીની ઉજવણી
  • કોરોનાને ધ્યાનમાં રાખીને આ વર્ષે રાજ્ય સરકારે લગાવ્યો પ્રતિબંધ
  • જામનગરના રહીશોએ સરકારના પ્રતિબંધને આપ્યો સારો પ્રતિસાદ

જામનગર: સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને માત્ર હોલિકા દહનની મંજૂરી આપવામાં આવી હતી અને ધુળેટીના દિવસે લોકો રંગથી ન રમે તે માટે પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. જામનગરમાં લોકોએ સરકારના નિર્ણયને વધાવી લીધો હતો અને જાહેરમાં ખૂબ ઓછા લોકો ધુળેટી રમતા નજરે પડ્યા હતા.

જામનગરમાં ધુળેટીનો ફિક્કો માહોલ

આ પણ વાંચો: પાટણમાં હર્ષોલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરાઈ

જાહેર માર્ગો પર કરફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી

સ્થાનિક પ્રશાસન દ્વારા લોકો ઘરની બહાર ન નીકળે તે માટે અપીલ કરવામાં આવી હતી અને જામનગર વાસીઓએ આ અપીલને માન આપીને સંપૂર્ણપણે પાલન કર્યું છે. જોકે, લોકોએ પોતાના ઘરે રહીને ધુળેટીના તહેવારની ઉજવણી કરી છે. ગત વર્ષે જે પ્રકારે પાર્ટીપ્લોટોમાં ધુળેટી નિમિત્તે પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, આ વર્ષે તમામ પાર્ટી પ્લોટમાં ધુળેટીના આયોજન પર પ્રતિબંધ મૂકવામાં આવતા જાહેર માર્ગો પર કરફ્યૂ જેવી સ્થિતિ જોવા મળી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.