જામનગર: જામનગર શહેરમાં આજે શુક્રવારે તમામ આરોગ્ય કેન્દ્ર અને શૈક્ષણિક સંસ્થાઓમાં વેક્સિનેશન બંધ છે, ઉપરથી વેક્સિનનો સ્ટોક સપ્લાય ન થતાં શહેરના તમામ આરોગ્ય કેન્દ્ર ઉપર બીજા દિવસે પણ વેક્સિનેશનની કામગીરી ઠપ્પ જોવા મળી રહી છે. આજે તમામ શાળા-કોલેજોમાં પણ કોવેક્સિનના ડોઝની અછતને લીધે વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે, અને તંત્ર દ્વારા કામગીરી બંધ હોવાનો સ્વીકાર પણ કરવામાં આવ્યો છે.
ઉપરથી જ પૂરતો જથ્થો આપવામાં આવ્યો નથી
અપૂરતો વેક્સિનનો જથ્થો હોવાથી વિવિધ સ્કૂલ કોલેજમાં વેક્સિન આપવામાં આવી રહી નથી. 2 દિવસથી વેક્સિનનો અપૂરતો જથ્થો આવી રહ્યો છે. જોકે આગામી સમયમાં પૂરતો વેક્સિનનો જથ્થો જામનગરમાં ફાળવવામાં આવશે તો બાળકોને સમયસર વેક્સિન મળી રહેશે.
શું કહ્યું મનપા કમિશનરે
અપૂરતા વેક્સિનના જથ્થા મામલે મહાનગરપાલિકામાં (Municipal Corporation Jamnagar) કમિશનર સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું કે, જામનગરમાં રાજકોટથી રોજ વેક્સિન લાવવામાં આવે છે, ત્યાંથી જ અન્ય જિલ્લામાં વેક્સિનની વહેંચણી કરવામાં આવતી હોય છે, જો કે આગામી દિવસોમાં શહેરમાં પૂરતો વેક્સિનનો જથ્થો મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવશે અને શહેરમાં તમામ બાળકોને યુદ્ધના ધોરણે વેક્સિન આપવામાં આવશે.
સતત વધતા કોરોનાના કેસ વહીવટી તંત્ર માટે ચિતાનો વિષય બન્યા
જામનગર જિલ્લામાં સતત વધતા કોરોનાના કેસને (corona case in jamnagar) લઇ વહીવટીતંત્ર પણ ચિંતામાં મૂકાયાં છે. ગઈકાલે જામનગર શહેરમાં 30 કોરોના પોઝિટિવ કેસ આવ્યા તો ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. અલિયાબાડાની નવોદય વિદ્યાલયના 3 શિક્ષકો પણ કોરોના સંક્રમિત બન્યા છે.
આ પણ વાંચો:
જામનગર જિલ્લાનાં ગામડાઓમાં એક જ દિવસમાં 17,102 લોકોને અપાઇ વેક્સિન
Congress Protest: જામનગરમાં મોંઘવારી મુદ્દે બાઈકની નનામી કાઢી કરાયો વિરોધ