જામનગરઃ આજે સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરમાં એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટે PM મોદીના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. એચ.જે.લાલ ટેરીટેબલ ટ્રસ્ટે પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે ૭૧ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. આ ઉપરાંક 20 કરોડ જેટલી રકમથી 1,000 લોકોનો વીમો કરાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત 4 વર્ષથી વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે એચ.જે.લાલ ટ્રસ્ટ દ્વારા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
આ અંગે Etv ભારત સાથેની વાતચીતમાં ઉદ્યોગપતિ જીતુ લાલે જણાવ્યું હતું કે, તેમણે આ વર્ષે ૨૦ કરોડ જેટલી માતબર રકમથી 1,000 જેટલા લોકોનો વીમો કરાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ જામનગરમાં અનેકવિધ સામાજિક કાર્યો કરી રહ્યું છે. ખાસ કરીને ગરીબો માટે સતત સામાજીક કાર્યો કરી અનેક લોકોને મદદ કરે છે.