- હજુ પણ કોરોનાના દર્દીઓનો ભારે ધસારો
- અન્ય જિલ્લામાંથી કોવિડના દર્દીઓ આવી રહ્યા છે જામનગર
- જામનગરની સરકારી હોસ્પિટલમાં 1,573 બેડ હાઉસફૂલ થયા છે
જામનગરઃ શહેરમાં કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ થઇ છે, ત્યારે ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓ માટે હવે જગ્યા નથી. જો કે, હજુ પણ અન્ય જિલ્લામાંથી જામનગર જિલ્લામાં કોવિડના દર્દીઓને લાવવામાં આવી રહ્યા છે. જામનગરની સરકારી હોસ્પિટલમાં 1,573 બેડ હાઉસફૂલ છે અને હજુ પણ દર્દીઓનો ઘસારો મોટા પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. જેના કારણે જામનગરની કોવિડ હોસ્પિટલ ખાતે વહેલી સવારે જ એમ્બ્યુલન્સની લાંબી કતારો જોવા મળી હતી.
આ પણ વાંચોઃ રાજકોટમાં વહેલી સવારથી જોવા મળી એમ્બ્યુલન્સની લાંબી કતાર
એક કલાક સુધી એમ્બ્યુલન્સ ઉભી રહી લાઈનમાં
જામનગરમાં સરકારી હોસ્પિટલ સિવાય અન્ય કોઇ જગ્યાએ ના તો ઓક્સિજનની સુવિધા છે, ના વેન્ટિલેટરની સુવિધા છે. જેના કારણે અન્ય જિલ્લામાંથી આવતા દર્દીઓ પણ સરકારી હોસ્પિટલની પસંદગી પ્રથમ કરી રહ્યા છે. કારણ કે, અહીં વેન્ટિલેટરની સુવિધા છે અને ઓક્સિજન પણ પૂરતા પ્રમાણમાં દર્દીઓને મળી રહે છે.
આ પણ વાંચોઃ વેરાવળમાં કોરોના ટેસ્ટિંગની કીટો ખુટી જતા લોકોની લાંબી લાઇનો લાગી
108ની કામગીરી પણ સવારે ઠપ્પ થઈ ગઈ હતી
રાજ્ય સરકાર દ્વારા 108ની ઉત્તમ સુવિધાઓ દર્દીઓને આપવામાં આવી રહી છે. જો કે, દર્દીને હોસ્પિટલ પહોંચાડવાનું કામ 108 કરે છે, પણ જામનગરની કોવિડ હોસ્પિટલમાં સવારે એક કલાક સુધી 108 એક જ જગ્યાએ પડી રહેતા તેમની કામગીરી ખોરંભે ચડી હતી. 108ના પાયલોટ અન્ય જગ્યાએ જવા માટે કોઈને પણ રિસીવ કરી શકતા નહોતા. કારણ કે, 108માં દર્દીઓ હતા અને આ દર્દીઓને જ્યાં સુધી અન્ય હોસ્પિટલમાં શીફ્ટ કરવામાં ના આવે, ત્યાં સુધી તેઓને 108માંથી ઉતારી શકાય તેમ ન હતા.