- NDRFની ટીમ તમામ તૈયારીઓ સાથે સજ્જ
- જામનગરમાં NDRF બે ટીમ આવી પહોંચી
- પંજાબના ભટિંડાથી NDRF ટીમ આવી છે
જામનગર: પોરબંદર દેવભૂમિ દ્વારકા અમરેલી સહિતના જિલ્લામાં NDRFની તમામ ટીમોને મોકલવામાં આવી છે. Etv ભારત સાથેની વાતચીતમાં NDRFના ગ્રુપ કમાન્ડર શ્રવણજીત સિંઘે જણાવ્યું કે, તેમની ટીમ પૂરી તૈયારી સાથે જામનગર આવી ચૂકી છે. અહીંથી જ પ્રકારનો ઓર્ડર આપવામાં આવશે તે પ્રમાણે જામનગરના દરિયાકિનારે NDRFની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા તૌકતે વાવાઝોડાના સંદર્ભમાં પ્રજાની સુરક્ષા માટે કામગીરી હાથ ધરાઈ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ અપાયું
2021નું પ્રથમ વાવાઝોડાનું સંકટ સૌરાષ્ટ્ર-કચ્છના દરિયા કિનારે જોવા મળી રહ્યું છે. જામનગર જિલ્લો સૌરાષ્ટ્રનો સૌથી મોટો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે. જામનગરના દરિયાકિનારે 22 જેટલા ગામો અને હાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ અપાયું છે. તો જામનગરની બોટ દરિયામાં ગઈ છે તેઓને પરત લાવવાના સંદેશાઓ બોટ એસોસિએસન દ્વારા આપવામાં આવ્યા છે. જામનગરના દરિયાકિનારે સાયકલોનની અસર જોવા મળશે. જોકે, કોઈપણ જાતનું નુકસાન ન થાય તે માટે NDRFની ટીમ અહીં બોલાવવામાં આવી છે.
આ પણ વાંચો: તૌકતે વાવાઝોડાને ધ્યાનમાં રાખીને હવાઇમથકો દ્વારા તકેદારીના પગલાં લેવાયા