- જામનગરમાં કોરોના રસીકરણ માટે દિવસો નક્કી થયાં
- દર મંગળવાર ગુરુવાર અને શનિવારે વેક્સિન આપવામાં આવશે
- જી. જી. હોસ્પિટલમાં અંદાજે 2 હજાર આરોગ્યકર્મીઓ છે
જામનગરઃ મંગળવારે જી.જી.હોસ્પિટલના આર.એમ.ઓએ કહ્યું હતું કે મંગળવારના દિવસે 200થી વધુ આરોગ્ય કર્મયોગીઓને એ રીતે આપવામાં આવશે જે રીતે ગાઇડલાઇન આવી છે. એ મુજબ પ્રથમ તબક્કામાં સહકારી હોસ્પિટલના આરોગ્ય કર્મીઓની વેકસીન આપવામાં આવી હતી. ત્યારબાદ જીજી હોસ્પિટલના સ્ટાફની વાત કરીએ તો તબીબો નર્સિંગ સ્ટાફ અને વર્ગ-4ના કર્મચારીઓ મળીને અંદાજે 2 હજાર જેટલા આરોગ્યકર્મીઓ તો માત્ર જી.જી.હોસ્પિટલમાં જ છે.
આરોગ્યકર્મીઓ બાદ સામાન્ય લોકો માટે રસીકરણ થવાનું છે
નર્સિંગ સ્ટાફ 500થી વધુનો છે, તો આ રીતે ક્લાસ ચારમાં પણ 500થી વધુ કર્મીઓ છે. જેમાં પટાવાળા, વોર્ડબોય સફાઇકર્મીઓ બધાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે તબીબો છે, આ બધાંને સરકારની ગાઈડલાઈન મુજબ રસી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ બધાંનો તબક્કો પૂર્ણ થયા બાદ રેગ્યુલર રસીકરણ સામાન્ય લોકો માટે શરૂ કરશે.
રસીકરણ માટે નક્કી થયો સમય
સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી હાલમાં સપ્તાહમાં ત્રણ દિવસ વેકસીન આપવામાં આવશે. બની શકે છે કે હવે પછીની જે મુજબ ડેડલાઇન આવે તેમાં વધારીને કદાચ સપ્તાહમાં છ દિવસ અથવા તમામ સાત દિવસ વ્યક્તિને આપવાની પણ શરૂઆત થઇ શકે છે. આરોગ્યકર્મીઓને વેબસાઈટ આપતા પહેલાં ખાસ કરીને તબીબો વગેરે પાસે એક ફોર્મ ભરવામાં આવે છે અને જેમાં તે વ્યક્તિ સંમતિ આપે તેમને વેક્સિન આપવામાં આવી રહી છે. આજનો આખો દિવસ વેક્સિન આપવામાં આવશે. આ પછી ગુરુવાર અને શનિવારે વેક્સિન અપાશે.