ETV Bharat / city

એક સાથે 5 હજાર યુવાનોએ તલવારબાજી કરી બનાવ્યો વિશ્વ વિક્રમ - ભૂચર મોરી મેદાન ખાતે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો

જામનગર જિલ્લાના ધ્રોલ નગરથી 2 કિલોમીટરના અંતરે ભૂચર મોરીની ધરતી પર સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઈતિહાસનું સૌથી ભયંકર યુદ્ધ ખેલાયું હતું. જેને ઈતિહાસકારોએ સૌરાષ્ટ્રના પાણીપતના યુદ્ધની ઉપમા આપી હતી. શરણે આવેલા એક મુસ્લિમની રક્ષા માટે તમામ લોકોએ મેદાનમાં પોતાનું લોહી રેડ્યું હતું. 500 વર્ષ પહેલા રણમેદાનમાં અભુતપુર્વ સંગ્રામ ખેલાયો હતો જેમાં કુંવર અજાજી અને હજારો નરબંકાઓએ પોતાના પ્રાણોનું બલીદાન આપ્યું હતું. most terrible war in the history of Gujarat, Battle of Panipat in Saurashtra, 5 thousand youths made a world record in sword fighting

એક સાથે 5 હજાર યુવાનોએ તલવારબાજી કરી બનાવ્યો વિશ્વ વિક્રમ

author img

By

Published : Aug 19, 2022, 8:43 AM IST

જામનગર સામૂહિક તલવારબાજી કરી નવો કીર્તિમાન સ્થપાતી કરવામાં આવ્યો છે (5 thousand youths made a world record in sword fighting). શૂરવીરોના બદલિદાનને યાદ કરતાં આજે જામનગરના ધ્રોલમાં ઐતિહાસિક ભૂચર મોરી મેદાન ખાતે વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે (A world record was created at Bhuchar Mori Maidan). 17 જિલ્લાના 5,000 રાજપૂત યુવાનો દ્વારા એક સાથે તલવારબાજી કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. મહત્વનું છે કે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચરમોરી શહીદ સ્મારક ટ્રસ્ટે તલવારબાજીનું આયોજન કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા. કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત અને રાજ્ય પ્રધાન કિર્તિસિંહ વાઘેલા હાજર રહ્યા હતા. સ્થાનિક ધારાસભ્ય હકુભા જાડેજા પણ રહ્યા ઉપસ્થિત હતા. ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતું પ્રમાણ પત્ર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

એક સાથે 5 હજાર યુવાનોએ તલવારબાજી કરી બનાવ્યો વિશ્વ વિક્રમ

શહીદ વનનું નિર્માણ કરાયું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ડો. જયેન્દ્રસિંહ જાડેજાની મહેનતના કારણે એક નવા સુંદર સ્મારકનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ભૂમિપૂજન તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈ. સ. 2007માં 3જી સપ્ટેમ્બરના રોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકાર દ્વારા લગભગ 8 કરોડના ખર્ચે એક વિશાળ શહીદ વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં જામ અજાજીની સુંદર પ્રતિમા મુકવામાં આવી છે.

જાણો ઇતિહાસ વિક્રમ સંવત 1629ના સમય દરમિયાન દિલ્હીની ગાદી પર બિરાજતા અકબર બાદશાહે ગુજરાતનાં છેલ્લા બાદશાહ મુઝફર શાહ ત્રીજાને હરાવીને તેનું રાજ્ય કબજે કરી લીધું હતું. અકબરે મુઝફર શાહને કેદ કરીને દિલ્હી લઇ ગયો હતો. મુઝફર શાહને અકબરે કાળી કોટડીમાં બંધ રાખ્યો હતો. અકબર બાદશાહની લોખંડી કેદ તોડીને મુઝફર શાહ ભાગી ગયો હતો. અકબરને જ્યારે ખબર પડી કે, મુઝફર શાહ જેલ માંથી ભાગી ગયો છે, ત્યારે તેણે પોતાનું આખુ લશ્કર મુઝફરને પકડવા માટે પાછળ મોકલી આપ્યું હતું. મુઝફર શાહ અકબરથી બચતો ફરતો હતો. અકબરની આવડી મોટી સેના પાછળ પડી હોય અને બચવું કંઈ સહેલું ન હતું. મુઝફર શાહે પણ આશરા માટે અનેક રાજાઓ જોડે મદદે ગયો હતો, છતાં પણ તેને કોઇએ આશરો આપ્યો ન હતો. મુઝફરશાહ જામનગરના રાજવી જામસતાજીના શરણે આવ્યો હતો. જામસતાજીએ મુઝફર શાહને આશરો આપ્યો હતો.

રાજપૂત ધર્મ નિભાવ્યો એક તરફ મુઝફર શાહને જામસતાજી જેવા સાહસિક રાજાનો આશરો મળી ગયો હતો. બીજી તરફ દિલ્લીના બાદશાહના સિપાહીઓ મુઝફરને શોધવા માટે તમામ જગ્યાઓ પર ફરી રહ્યા હતા. અમદાવાદમાં અકબરના સુબા મુરઝા અઝીઝને જાણ થઈ કે જામસતાજીએ મુઝફરને આશરો આપ્યો છે. ત્યારબાદ તાબડતોડ અકબરે પોતાનું લશ્કર જામનગર તરફ મોકલ્યું હતું. જામસતાજીને ફરમાન આપવામાં આવ્યું હતું કે, મુઝફર શાહ અકબરને સોંપી દેવામાં આવે.

અકબરને વળતો જવાબ જામસતાજીએ દિલ્હીના બાદશાહને વળતો જવાબ આપ્યો કે, શરણાગતને કાઢી મુકવો તે ક્ષત્રિયોનો ધર્મ નથી. જામસતાજીનો આ જવાબ સાંભળીને બાદશાહ ક્રોધે ભરાયો હતો. ત્યારબાદ ભિષણ યુદ્ધની ઘોષણા કરવામાં આવી હતી. ધ્રોલ પાસેના ભુચરમોરીના મેદાનમાં અકબરની સેના અને જામસતાજીની સેના સાથે યુદ્ધ ખેલાયું હતું. ક્ષત્રિયોની શૌર્ય શક્તિ સામે બાદશાહે નતતી આપવી પડી હતી. ત્યારબાદ રાજા સાથે અકબરે મંત્રણા માટેની ભીખ માંગી હતી.

જૂનાગઢના નવાબે આપ્યો દગો જૂનાગઢના નવાબ દોલત ખાને પહેલા તો જામસતાજીને સાથ આપ્યો હતો. બાદમાં એના મનમાં એવુ થયું કે પોતાનું વર્ચસ્વ ઓછુ થઈ જશે તો તેણે બાદશાહની સેનાને સપોર્ટ કરવા લાગ્યો હતો. ફરી બન્ને સેનાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. ક્ષત્રિયોએ ફરી પોતાનું શૌર્ય બતાવ્યું હતું. બાદશાહની સેનાના શૈનિકો એક પછી એક મરવા લાગ્યા હતા. સતત ત્રણ પ્રહર સુધી આ યુધ્ધ ચાલ્યુ હોવાનું ઇતિહાસમાં લખાયું છે. દિલ્હીના લશ્કરમાં એક લાખ સૈનિકો સામેલ હતા.

અકબરના હજારો શૈનિકો માર્યા ગયા જામસતાજીનુ સૈન્ય પ્રમાણમાં ખુબજ નાનું હતું. પરંતુ ક્ષત્રીયોનું શૌર્ય અપ્રતિમ હતું. અજાજીએ દુશ્મનના સૂબા પર હૂમલો કર્યો હતો. સુબો હાથી પર સવાર હતો. જ્યારે અજાજી ઘોડા પર હતા. ઘોડા પર સવાર અજાજીએ કૂદકો મારીને સુબા પર બરછીથી હુમલો કર્યો પણ સુબો બચી ગયો હતો. બરછી હાથીની આરપાર થઈ ગઈ હતી. પરંતુ બરાબર તે જ સમયે એક મોગલ સિપાહીના તલવારના ઘાથી કુંવર અજાજી શહીદ થયા હતા.

ક્ષત્રીઓએ શહિદી વ્હોરી ભુચર મોરીના આ મેદાનમાં વિક્રમ સવંત 1648માં હાલારી શ્રાવણ વદ સાતમના રોજ આ યુદ્ધ થયું હતું. જામનગરના નરબંકાઓએ ક્ષત્રીય ધર્મ માટે શહીદી વ્હોરી હતી. જેથી જામનગરમાં આશરે અઢીસો વર્ષ સુધી લોકો સાતમનો તહેવાર ઉજવતા ન હતા. હજારો રાજપૂતોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. લડાઇમાં લોહીની જાણે નદીઓ વહી હોય તેમ ભુચર મોરીની ધરતી આજે પણ લાલ અને રતાશ પડતી લાગે છે. ભુચર મોરીની ધાર એક માઇલ લાંબી છે. આજે પણ ત્યાં જામશ્રી અજાજીની દેરી છે અને ક્ષત્રીય નરબંકાઓના પાળીયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.