જામનગરઃ સમગ્ર રાજ્યમાં સતત કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે જિલ્લાના જોડિયા તાલુકામાં મામલતદાર કચેરીના ત્રણ અધિકારીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. મામલતદાર સહિત અન્ય બે અધિકારીઓ પોઝિટિવ આવતા કચેરીને તારીખ 21 થી 25 સપ્ટેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે.
જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાઇરસનો કહેર વધી રહ્યો છે. ત્યારે સરકારી કચેરીઓમાં પણ કોરોના વાઇરસે પગ પેસારો કર્યો છે. જોડિયા મામલતદાર પી .કે. સરપદડીયાનો તેમજ નાયબ મામલતદાર (મતદાર યાદી) અશુતોષ દવે અને નાયબ મામલતદાર (ઈ ધરા) રસિક પાડલીયા આ ત્રણ આધિકારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઈને તંત્ર સહિત લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.