- સેટેલાઇટના એન્જિનના વિવિધ પાર્ટ્સ જામનગરમાં બનાવાયા
- ચંદ્રયાન પ્રોજક્ટમાં ઉપયોગી સેટેલાઇટનું એન્જિન
- કોરોના સમયમાં બનાવવામાં આવ્યું મશીન
જામનગર: 12 ઓગસ્ટના રોજ ISRO દ્વારા જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1નું કોડનેમ EOS-03 ઉપગ્રહનું લોન્ચિંગ કરવામાં આવશે. જેના કેટલાક પાર્ટસ જામનગરની એક ખાનગી કંપનીમાં બનાવવામાં આવ્યા છે. કંપનીના માલિકે માહિતી આપતા જણાવ્યું કે, જામનગર માટે ગૌરવની વાત છે. કારણ કે DRDO દ્વારા નવું મશીન બનાવવા માટેનો આ કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો હતો. છ મહિનાની મહેનત બાદ આ મશીન તૈયાર થયું છે અને આ મશીન હૈદરાબાદ (Hyderabad) ખાતે મોકલી આપવામાં આવ્યું છે. હૈદરાબાદ (Hyderabad) માં DRDO દ્વારા મશીન ટેસ્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ કંપનીના માલીકને DRDO દ્વારા સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભારત અંતરિક્ષમાં બીજી છલાંગ લગાવવા માટે તૈયાર: EOS-03 નું કરશે લોન્ચિંગ
90 ટનનું મશીન છ મહિને બન્યું
હૈદરાબાદ (Hyderabad) માં DRDO દ્વારા મશીન ટેસ્ટ કરવામાં આવ્યું અને ત્યારબાદ આ કંપનીના માલીકને DRDO દ્વારા સર્ટીફિકેટ પણ આપવામાં આવ્યું છે. રોજ 40 થી 45 જેટલા એન્જિનિયર દ્વારા છેલ્લા છ મહિનાથી મશીન બનાવવાની કામગીરી કરવામાં આવી હતી. ભારત આગામી 12 ઓગસ્ટના રોજ ISRO દ્વારા જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1નું કોડનેમ EOS-03 ઉપગ્રહનું લોન્ચિંગ કરશે.
આ પણ વાંચો : દેશના પહેલા સૌર મિશનમાં ઉત્તરાખંડનું સેન્ટર કરશે ISROની મદદ
જાણો શું થશે આ ઉપગ્રહના ફાયદા ?
જીઓ ઇમેજિંગ સેટેલાઇટ જીસેટ-1નું કોડનેમ EOS-03 એક ખાસ પ્રકારનો ઉપગ્રહ છે. જે એક દિવસમાં ચારથી પાંચ વખત સમગ્ર દેશની તસવીરો લઈ શકે છે. આ ચિત્રો દ્વારા જંગલ વિસ્તારો, જળાશયો, પાક વિશેની ચોક્કસ પરિસ્થિતિ જાણી શકશે. જંગલ વિસ્તાર ઘટી રહ્યો છે કે, વધી રહ્યો છે તે અંગે સચોટ માહિતી ઉપલબ્દ્ધ થશે. EOS -03 પૂર અને ચક્રવાત જેવી કુદરતી આફતોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ સક્ષમ કરશે. આ હવામાનની માહિતી માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. તેના દ્વારા આગામી હવામાન સંબંધિત આપત્તિઓ વિશે મહત્વની માહિતી મેળવી શકાય છે. અગાઉથી માહિતી મેળવીને, તાત્કાલિક બચાવ અને રાહતનાં પગલાં લઈ શકાય છે.