ETV Bharat / city

જામનગરમાં દોઢ વર્ષથી સ્કૂલ બંધ, શિક્ષકો આર્થિક - માનસિક રીતે બન્યા પરેશાન

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં દોઢ વર્ષથી સ્કૂલ બંધ છે. સ્કૂલો બંધ હોવાને કારણે શિક્ષકોની હાલત કફોડી થઈ છે. ખાનગી શાળાના અને ક્લાસિસ ચલાવતા શિક્ષકોની હાલત કફોડી બની ગઈ છે. શિક્ષકોની માગ છે કે, રાજ્ય સરકારે બેરોજગાર થયેલા શિક્ષકોને યોગ્ય પેકેજ આપી અને તેમની સ્થિતિ સુધરે તેવા પગલાં લેવા જોઈએ.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 27, 2021, 5:42 PM IST

  • જામનગરમાં દોઢ વર્ષથી સ્કૂલો બંધ
  • શિક્ષકો આર્થિક અને માનસિક રીતે બન્યા પરેશાન
  • રાજ્ય સરકારે સ્કૂલો ફરી શરૂ કરવી જોઈએ

જામનગર: જિલ્લા સહિત રાજ્યભરમાં છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલો બંધ હોવાના કારણે શિક્ષકોની હાલત કફોડી (Miserable) થઈ છે. ઉલ્લેખનીય છે કે, શિક્ષકો ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે પણ જે શિક્ષકો ખાનગી શાળા અને સ્કૂલમાં અભ્યાસ કરાવતા હોય છે, તેઓને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે શિક્ષકોની રોજગારી (Employment) છીનવાઈ ગઈ છે.

જામનગરમાં દોઢ વર્ષથી સ્કૂલ બંધ

આ પણ વાંચો : Reality Check - જૂનાગઢ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના મકાન સુરક્ષિત અને સુવ્યવસ્થિત

ખાનગી શિક્ષકોને નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવ્યા છે

ખાસ કરીને ખાનગી શાળા તેમજ ખાનગી ટ્યુશન ક્લાસીસ (Tuition classes)માં અભ્યાસ કરતા શિક્ષકો છેલ્લા દોઢ વર્ષથી આર્થિક સંકડામણ (Economic constraints) અનુભવી રહ્યાં છે. શિક્ષકો માગ કરી રહ્યાં છે કે, રાજ્ય સરકારે કેવી રીતે મોલ અને મલ્ટિપ્લેક્સને ખુલ્લા કર્યા છે તેવી જ રીતે ટ્યુશન ક્લાસીસ (Tuition classes) પણ ચાલુ કરવામાં આવે કારણ કે ઓનલાઈન શિક્ષણથી બાળકો વ્યવસ્થિત અભ્યાસ કરી શકતા નથી અને ઓફલાઇન શિક્ષણ શરૂ થવાથી શિક્ષકોને રોજગારી (Employment) મળશે. સાથે સાથે બાળકોને સારું શિક્ષણ પણ મળી શકશે.

જામનગરમાં દોઢ વર્ષથી સ્કૂલ બંધ
જામનગરમાં દોઢ વર્ષથી સ્કૂલ બંધ

આ પણ વાંચો : સરકારી પ્રાથમિક શાળાઓમાં એડમિશન વધ્યા, વાલીઓનો ખાનગી શાળો પરથી મોહભંગ

બેરોજગાર શિક્ષકો અન્ય ધંધા તરફ વળ્યા

કોરોનાની મહામારીમાં સ્કૂલ કોલેજમાં અભ્યાસ કરતા બાળકો કોરોના સંક્રમિત ન બને તે માટે રાજ્ય સરકારે તમામ સ્કૂલો બંધ કરાવી છે. જોકે હવે કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી આગામી સમયમાં ફરીથી સ્કૂલો ચાલુ કરવામાં આવે તેવી શક્યતા છે. સમગ્ર રાજ્યમાં સરકારી તેમજ ખાનગી શાળા (Private school)ના શિક્ષકો ઓનલાઇન શિક્ષણ આપી રહ્યા છે. જોકે ઓનલાઈન શિક્ષણથી બાળકો અભ્યાસમાં ધ્યાન લગાવી શકતા નથી અને સારું રીઝલ્ટ આવે તેવી પણ શક્યતા નથી.

શિક્ષકોની જલ્દી સ્કૂલ શરૂ કરવાની માગ

ખાનગી શાળા (Private school)માં અભ્યાસ કરાવતા શિક્ષકો દિન-પ્રતિદિન કફોડી હાલતમાં મૂકાઈ જાય છે. જોકે અમુક શિક્ષકો હોય તો પોતાના ઘરનું ગુજરાન ચલાવવા માટે અન્ય ધંધા પણ શરૂ કર્યા છે. અમુક શિક્ષકોએ લારીઓ શરૂ કરી છે. તો અમુક શિક્ષકોએ અન્ય ધંધા શરૂ કરી અને પોતાના ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે શિક્ષકોની માગ છે કે, રાજ્ય સરકારે બેરોજગાર થયેલા શિક્ષકોને યોગ્ય પેકેજ આપી અને તેમની સ્થિતિ સુધરે તેવા પગલાં લેવા જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.