- મોટી સંખ્યામાં બહેનો જેલમાં રહેલા ભાઈઓને રાખડી બાંધવા ઉમટી
- જેલ પ્રશાસન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો
- ગયા વર્ષે કોરોનાના કારણે જેલમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાયો ન હતો
જામનગર: દેશભરમાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે જામનગરની જેલ ખાતે કેદી ભાઈઓને બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી હતી. જો કે, જિલ્લા જેલ પ્રશાસન દ્વારા તમામ પ્રકારનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે મહિલા પોલીસને પણ તેનાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો- બરોડા યુથ ફેડરેશન દ્વારા રક્ષાબંધન પર્વની અનોખી રીતે ઉજવણી, વડાપ્રધાન મોદીની થીમવાળી રાખડી બહેનોએ બાંધી
જામનગર જિલ્લા જેલમાં 600 જેટલા કેદીઓ રહે છે
જામનગર જિલ્લા જેલમાં 600 જેટલા કેદીઓ રહેલા છે, જામનગર શહેરમાં પસવાદર બહેનોને જિલ્લા જેલ ખાતે બોલાવવામાં આવી હતી, આ તમામ બહેનો દ્વારા કેદીઓને રાખડી બાંધવામાં આવી હતી. ગત વર્ષે કોરોનાની મહામારી હોવાના કારણે રક્ષાબંધનનો તહેવાર જેલમાં ઉજવવાની મનાઈ રાખવામાં આવી હતી. જો કે, આ વર્ષે કોરોનાના કેસમાં ઘટાડો નોંધાતા જામનગર જિલ્લા જેલ પ્રશાસન દ્વારા રક્ષાબંધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પણ વાંચો- કોરોના સામે સતર્કતા સાથે જનજાગૃતિનો સંદેશો આપતી રાખડીઓ બનાવતાં અમદાવાદના ઇકબાલભાઇ
જિલ્લા જેલ ખાતે કરુણાતા દ્રશ્યો જોવા મળ્યા
જામનગર જિલ્લા જેલ ખાતે કરુણાસભર દ્રશ્યો સર્જાયા હતા, કારણકે જે બહેનના ભાઈ જેલની અંદર રહેલા છે, તેમને રાખડી બાંધવા આવેલી બહેનો ઘણા સમય બાદ ભાઇઓને જોઇ રડી પડી હતી. તેથી આ ખુશીના તહેવારમાં દુઃખના આંસુ જિલ્લા જેલ ખાતે જોવા મળ્યા હતા.