- રેશ્માં પટેલે ETV ભારત સાથે કરી ખાસ વાતચીત
- NCPએ 24 ઉમેદવારોના નામ જાહેર કર્યા
- અગાઉ 10 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી હતી
જામનગરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફુંકાઇ ચૂક્યું છે, ત્યારે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જગ ખેલાશે. NCP પાર્ટીએ જામનગરમાં જુદા-જુદા વોર્ડમાં કુલ 24 ઉમેદવારોની જાહેરાત કરી છે. ETV ભારત સાથેની વાતચીતમાં NCPના મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્માં પટેલે જણાવ્યું કે, જામનગરમાં એનસીપી પ્રથમ વખત ચૂંટણી લડી રહી છે. જામનગરમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને એનસીપી વચ્ચે ખરાખરીનો ખેલ ખેલાશે.
તમામ પાર્ટીએ મોટાભાગના ઉમેદવારોની જાહેરાત કરી
જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ 64 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે 27 જેટલા ઉમેદવારોની જાહેરાત કરી છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પણ પોતાના તમામ ઉમેદવારની જાહેરાત કરી છે. આ ઉપરાંત એનસીપી દ્વારા 24 ઉમેદવારની શુક્રવારના રોજ જાહેરાત કરવામાં આવી છે.
સ્થાનિક મુદ્દાઓ લઈને એનસીપી મેદાનમાં
એનસીપી મહિલા પ્રદેશ પ્રમુખ રેશ્મા પટેલ છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે. જામનગરમાં રોડ, રસ્તા, ગટર તેમજ સાફ-સફાઈનો અભાવ જેવા સ્થાનિક મુદ્દાઓ લઈને એનસીપી મેદાનમાં ઉતરશે.