જામનગરઃ સમગ્ર જામનગર જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યાં છે ત્યારે જામનગર શહેરનો રણજિતસાગર ડેમ ઓવરફલો થયો છે. મહત્વનું છે કે શહેરને પીવાનું પાણી પુરૂં પાડતો ડેમ ઓવરફલો થયો છે. 27 ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ 3 ફૂટ ઓવરફલો થયો હતો. શહેરીજનો માટે પીવાના પાણીની તંગી એક જ વરસાદમાં દૂર થઈ ગઈ છે.
આનંદ ભયોઃ જામનગર શહેરની જીવાદોરી રણજિતસાગર ડેમ ઓવરફ્લો - Ranjitsagar Dam
વરસાદી પાણી પર નભતો વિસ્તાર હોય અને સારા વરસાદને લઇને જીવાદોરી જેવા ડેમ છલોછલ થઈ જાય તો આનંદ આનંદ જ થાય. જામનગરવાસીઓમાં આજે આવી જ લાગણી ફેલાઈ છે. વાત એમ છે કે જામનગરને બારેમાસ પાણી પૂરું પાડતાં રણજિતસાગર ડેમમાં નવા નીરની આવકથી ડેમ છલોછલ ભરાઈ ગયો છે. રણજિતસાગર ડેમમાં જળસપાટી 27.5 ફૂટની સપાટી વટાવી દીધી છે.ઉપરવાસના ભારે વરસાદના કારણે ડેમમાં પાણીનો આવરો વધ્યો છે.
આનંદ ભયોઃ જામનગર શહેરની જીવાદોરી રણજિતસાગર ડેમ ઓવરફ્લો