- જામનગર જિલ્લા પંચાયતની છેલ્લી જનરલ બોર્ડ યોજાઈ
- ગ્રામ્ય વિસ્તારોમાં અધૂરા કામો જલ્દી પૂર્ણ કરવામાં આવશે
- જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ
જામનગર: જિલ્લા પંચાયતના ઇતિહાસમાં સૌથી મોટું બજેટ આ વર્ષે આ જિલ્લા પંચાયતના સભ્યોએ વિકાસકાર્યો માટે વાપર્યું હોવાના હિસાબો આપ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને સિંચાઈ તેમજ બાંધકામ અને રોડ-રસ્તાના કામો પાછળ કરોડો રૂપિયા વાપરવામાં આવ્યા છે.
જિલ્લા પંચાયતની આ વખતની બોડીએ સૌથી મોટું બજેટ વાપર્યું
આ જિલ્લા પંચાયતના સભ્યોએ વિકાસકાર્યો માટે વાપર્યું હોવાના હિસાબો આપ્યા હતા, જેમાં રૂ.13 કરોડ તો જિલ્લા પંચાયતના સભ્યોની સ્વભંડોળ ગ્રાન્ટમાંથી ગ્રામ્ય વિસ્તાર માટે ફાળવવામાં આવ્યા છે. જો કે છેલ્લા એક વર્ષથી કોરોનાની મહામારી હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં અનેક જગ્યાએ રોડ-રસ્તાના કામ અધુરા રહી ગયા છે, જે કામો અધૂરા રહી ગયા છે, તે માટેની સમય અવધિ પણ વધારવામાં આવી છે.
ગેરકાયદેસર ભરતી કરી હોવાનો આક્ષેપ
જિલ્લા પંચાયતની ICDEમાં ગેરકાયદેસર ભરતી કરી હોવાનો આક્ષેપ સભ્ય હમંત ખવાએ લગાવ્યા છે અને ડીડીઓ દ્વારા ટીમ બનાવી તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે.