- જામનગરમાં ખાનગી શાળાઓ હવે ફી માટે વાલીઓને નહિ કરે હેરાન
- ખાનગી શાળાઓ હવે ફી માટે વાલીઓ પર દબાણ નહિ કરી શકે
- જિલ્લા શિક્ષણ અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો
જામનગર : જિલ્લા શિક્ષણ અધિકારી એચ.એલ.ડોડિયાએ ગણતરીની કલાકમાં જ પરિપત્ર જાહેર કર્યો કે, તમામ ખાનગી શાળાઓ જૂની પેટર્ન પ્રમાણે ફી જ ઉઘરાવી શકશે. આ પરિપત્ર તમામ ખાનગી સ્કૂલમાં મોકલવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજકોટમાં નર્સિંગ સ્ટાફને ન્યાય અપાવવા વિરોધ કરતા NSUI કાર્યકર્તાઓની અટકાયત
NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી
જામનગરની ખાનગી શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ બાળકોને આપવામાં આવી રહ્યું છે. જોકે વાલીઓ પર સતત ફી ભરવાનુ દબાણ ખાનગી શાળાના સંચાલકો દ્વારા કરવામાં આવ્યો છે. જે અનુસંધાને NSUI અને યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી અને રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : VNSGUમાં NSUI દ્વારા ઓનલાઇન ક્લાસિસ ચાલુ કરવાની કરાઈ માગ
ફી મામલે જિલ્લા શિક્ષણ અધિકારીનું પોઝિટિવ વલણ
ફી મામલે જિલ્લા શિક્ષણ અધિકારી એચ.એલ.ડોડીયાએ પોઝિટિવ વલણ અપનાવ્યું છે અને તાત્કાલિક પરિપત્ર જાહેર કરી તમામ સ્કૂલોમાં મોકલવામાં આવ્યો છે. જેના કારણે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોના વાલીઓને મહદઅંશે થોડી રાહત થશે. એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે, ત્યારે વાલીઓ આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે. તો બીજી બાજુ ખાનગી શાળાના સંચાલકો દ્વારા સતત ફી જમા કરવાનું કહેવામાં આવી રહ્યું છે, જેના કારણે વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.