ETV Bharat / city

ધૈર્યરાજસિંહની સારવાર માટે હાપાના નાગરિકોએ 1,01,000 રૂપિયાની રકમ એકઠી કરી - Jamnagar District Rajput Youth Union

સોશિયલ મીડિયા હોય કે અન્ય મીડિયા દરેક જગ્યાએ એક નામ અત્યારે ખૂબ જ ચર્ચાઈ રહ્યું છે. તે છે ધૈર્યરાજસિંહ. ધૈર્યરાજસિંહના ઓપરેશન માટે ચારે તરફથી તેને મદદ મળી રહી છે. જામનગરના હાપામાં લોકોએ ધૈર્યરાજસિંહ માટે ફાળો એકત્રિત કર્યો હતો. આ રકમ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને અર્પણ કરવામાં આવ્યો હતો.

author img

By

Published : Mar 30, 2021, 1:42 PM IST

  • જામનગરના હાપામાં લોકોએ 1,01,000 રૂપિયાનું ફંડ એકત્રિત કર્યું
  • આ ફંડ ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે એકત્રિત કરાયું છે
  • હાપાના લોકોએ જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને રકમ અર્પણ કરી

આ પણ વાંચોઃ સાંસદ પૂનમબેન માડમે બાળદર્દી ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા 51,000નો ચેક અર્પણ કર્યો

જામનગરઃ હાપામાં વિવિધ કાર્યકર્તાઓ દ્વારા બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર અર્થે વિસ્તારના લોકો પાસેથી ફાળો 1,01,000 રૂપિયાનો ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો. આ રકમ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને અર્પણ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ ધૈર્યરાજ એક જ નહીં, ગુજરાતમાં 19થી પણ વધારે બાળકો છે SMAથી પીડિત

હાપાના નાગરિકો ધૈર્યરાજની મદદે આવ્યા

આ પ્રસંગે રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, ધૈર્યરાજસિંહ રાઠોડની અસાધ્ય બિમારીની સારવાર અર્થે જ્યારે મોટી રકમની આવશ્યકતા છે ત્યારે સમગ્ર ગુજરાત આ બાળક અને તેના માતાપિતાની મદદ માટે તેમની પડખે રહી ફાળો એકત્રિત કરી રહ્યું છે. દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યું છે. તે માટે હાપા ખાતેના સમગ્ર સમાજ દ્વારા 1,01,000 રૂપિયા અર્પણ કરવામાં આવ્યા છે. આ સમયે પ્રધાને અન્ય લોકોને પણ બાળક ધૈર્યરાજને મદદરૂપ થવા આગળ આવવા અપીલ અને બાળકના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.