ETV Bharat / city

જામનગરના ઉદ્યોગપતિઓએ ધૈર્યરાજસિંહને કરી 3.62 લાખ રૂપિયાની સહાય

મહીસાગર જિલ્લાના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહ જિનેટિક બીમારીથી પીડાઈ છે. તેમના રિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સમગ્ર દેશ પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા આગળ આવ્યો છે. સોશિયલ મીડિયા, જાહેર માર્ગો તેમજ ડોર ટૂ ડોર કેમ્પેઈન હાથ ધરી ગુજરાતના યુવાઓ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. જામનગરના ઉદ્યોગપતીઓ દ્વારા 3.62 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવમાં આવી છે.

જામનગરના ઉદ્યોગપતિઓએ ધૈર્યરાજસિંહને કરી 3.62 લાખ રૂપિયાની સહાય
જામનગરના ઉદ્યોગપતિઓએ ધૈર્યરાજસિંહને કરી 3.62 લાખ રૂપિયાની સહાય
author img

By

Published : Mar 22, 2021, 3:30 PM IST

Updated : Mar 22, 2021, 3:59 PM IST

  • કૃષ્ણમણીજી મહારાજ તથા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યાં
  • જામનગરના ઉદ્યોગપતીઓએ કરી મદદ
  • ધૈર્યરાજસિંહ માટે જામનગરના ઉદ્યોગપતિઓની સંવેદના

જામનગર: જિનેટિક બીમારીથી પીડાતા મહીસાગર જિલ્લાના ત્રણ માસના બાળક ધૈર્યરાજસિંહના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા સમગ્ર દેશ પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા આગળ આવ્યો છે. સોશિયલ મીડિયા, જાહેર માર્ગો તેમજ ડોર ટૂ ડોર કેમ્પેઈન હાથ ધરી ગુજરાતના યુવાઓ ધૈર્યરાજસિંહને મદદરૂપ થવા પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે.

કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છેઃ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા

આ પણ વાંચોઃ ગોધરામાં એક બાળકને તંદુરસ્ત જીવન જીવવા જોઈએ છે 22 કરોડ રૂપિયા

ધૈર્યરાજની મદદે આવી વિવિધ સંસ્થાઓ

જામનગરના ઉદ્યોગપતિઓએ પણ આ બાળક માટે મદદનો હાથ લંબાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. શહેરના GIDC દરેડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પ્રણામી સંપ્રદાયના સ્વામી કૃષ્ણમણીજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં જય દ્વારકાધીશ મેટલના માલિક રાજુભાઈ ગાગીયા દ્વારા ધેર્યરાજસિંહની મદદ માટે 2.51 લાખ રૂપિયા તથા હાઈટેક એક્સ્ટ્રઝનના માલિક વસંતભાઈ કટારીયા દ્વારા 1.11 લાખ રૂપિયાની આર્થિક મદદ જાહેર કરી જામનગર રાજપૂત યુવા સંઘે પોતાનો સહયોગ આપ્યો હતો.

જામનગરના ઉદ્યોગપતિઓએ ધૈર્યરાજસિંહને કરી 3.62 લાખ રૂપિયાની સહાય

કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છેઃ રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા

આ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્યપ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિને તકલીફ કે આફતના સમયે ગુજરાત હંમેશા મોખરે રહ્યું છે. ગુજરાતના આ બાળકને સારવાર મળી રહે તે માટે જામનગર તથા સમગ્ર રાજ્યના નાગરિકોને પોતાનો યથાયોગ્ય સહયોગ આપવા અનુરોધ તેમણે કર્યો હતો. પ્રણામી સંપ્રદાયના કૃષ્ણમણીજી મહારાજે પણ લોકોને મદદરૂપ થવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, દાન એ સેવા છે અને આ સેવામાં દરેક નાગરિકે આગળ આવવું જોઈએ. જામનગરના ઉદ્યોગપતિઓની આ પહેલ તેમની સેવાવૃત્તિ તેમજ ઉત્તમ માનવીય અભિગમ દર્શાવે છે.

આ પણ વાંચોઃ ધૈર્યરાજસિંહને બચાવવા રાજ્યમાં મુહિમ, સરકાર સહિત કોંગ્રેસી ધારાસભ્યો પણ આવ્યાં બાળકની વહારે

Last Updated : Mar 22, 2021, 3:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.