જામનગરમાંઃ ખાસ કરીને ચોમાસામાં મચ્છર જન્ય રોગોનો ઉપદ્રવ વધતો હોય છે. એક બાજુ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે અન્ય રોગોનું પ્રમાણ પણ આગળ વધે નહીં તે માટે જિલ્લા પંચાયતની સ્વાસ્થ્ય ટીમ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરવામાં આવી છે.
જામનગરમાં મેલેરિયા માસ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ જિલ્લાના વિવિધ ગામડાઓમાં સ્વાસ્થ્ય વિભાગની ટીમ દ્વારા સર્વેલન્સ તેમજ લોક જાગૃતિ માટે અવનવા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે ચોમાસામાં જે પાણી ભરાયું હોય એ પાણીનો નિકાલ કરવો તેમજ મચ્છરોનો ઉપદ્રવ ન વધે માટે તકેદારીના પગલાં લેવાની સ્વાસ્થય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.જામનગરમાં મેલેરિયા માસ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી શરૂ કરાઈ