ETV Bharat / city

કોરોના કાળમાં ઘરઘાટીઓ બની મજબૂર, ઘર કામ ન મળતા સ્થિતિ કથળી - gharghati

કોરોનાની (Coronavirus) મહામારીમાં થયેલા લોકડાઉનને (Lockdown) કારણે ઘણા લોકોએ પોતાના ધંધા-રોજગાર (Business-employment) ગુમાવ્યાં છે. ત્યારે, પારકા ઘરે કામ કરતી મહિલાઓની (Livelihoods of maids) હાલત પણ કફોળી બની છે. કોરોનાની ભયના કારણે ઘરઘાટીઓને(House maids) કોઈ કામ આપી રહ્યું ન હોવાથી તેમની આર્થિક (Finance) સ્થિતિ કથળી છે. આથી, તેમને સરકાર સહાય આપે તેવી પણ માંગ કરવામાં આવી છે.

કોરોના કાળમાં ઘરઘાટીઓ બની મજબૂર
કોરોના કાળમાં ઘરઘાટીઓ બની મજબૂર
author img

By

Published : Jun 8, 2021, 5:45 PM IST

  • કોરોનાએ મોટા ભાગના લોકોના ધંધા- રોજગાર છીનવ્યા
  • પારકા ઘરે કામ કરી ગુજરાન ચલાવનારી મહિલાઓની સ્થિતિ બગડી
  • રાજ્ય સરકારે ઘર કામ કરતી મહિલાઓને કરવી જોઈએ સહાય: ઘરઘાટી

જામનગર: દેશમાં હાલ કોરોનાની(Coronavirus) મહામારી ચાલી રહી છે. આથી, લોકડાઉન (Lockdown) દરમિયાન મોટા ભાગના લોકોને પોતાના કામધંધા (Business-employment) છોડવાનો વારો આવ્યો હતો. ત્યારે, આવા તમામ લોકો આર્થિક (Finance) મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે, જામનગર શહેરમાં પારકા ઘરે કચરો, પોતા અને જમવાનું બનાવી પોતાનું ગુજરાન ચલાવનારી મહિલાઓની(House maids) સ્થિતિ વધુ ખરાબ જોવા મળી રહી છે.

કોરોના કાળમાં ઘરઘાટીઓ બની મજબૂર

આ પણ વાંચો: કોરોનાને કારણે લુહારની હાલત કફોડી, છેલ્લા 50 વર્ષમાં ન આવી હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ

ઘરકામ કરતી મહિલાઓ કોરોનાના કારણે થઈ પાયમાલ

કોરોનાને કારણે ઘરકામ કરતી આવી મહિલાઓ કોઈના ઘરમાં પોઝિટિવ કેસ આવ્યો હોય તેવા ઘરમાં કામ કરવા જતા ડરે છે. આ ઉપરાંત, દુકાનદારો પણ કોરોનાથી ડરી રહ્યા છે. જેના કારણે મહિલાઓને કામ કરવાની મનાઈ કરવામાં આવે છે. આથી, મહિને 5થી 10 હજારની કમાણી કરતી ઘરકામ કરતી મહિલાઓ કોરોનાના કારણે પાયમાલ થઈ છે. મોટા ભાગની મહિલાઓ એકલી હોય છે અથવા તો પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોવાને લીધે બીજાના ઘરે કામ કરતી હોય છે.

ઘર કામ કરતી મહિલાઓને મળતું નથી પહેલા જેટલું કામ

લોકડાઈનના કારણે છેલ્લા ઘણા સમયથી ઘરકામ કરતી મહિલાઓને ભારે નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે, કોરોનાના કેસમાં ઘટાડો થતા ઘરકામ કરતી મહિલાઓ ફરીથી કામધંધે લાગી છે. પરંતુ, પહેલા જેટલું આ મહિલાઓને કામ મળતું નથી. બીજી તરફ, ઘરકામ કરી પોતાનું ગુજરાન ચલાવતી મહિલાઓ કોરોનાથી પણ ડરી રહી છે. જેના કારણે તેઓ બીજા ઘરે કામ કરવા જતા પણ ડરી રહી છે, પરંતુ, પોતાના જીવના જોખમને બાજુ મૂકીને ગુજરાન માટે આ મહિલાઓ બીજાના ઘરે કામ કરવા જાય છે.

આ પણ વાંચો: કોરોના કાળમાં કુલીઓની હાલત કફોડી, વ્યાજે પૈસા લઈ કામ કરવા થયા મજબૂર

કોરોનાને લીધે મહિલાઓને કામ પર આવવાની કરાઈ મનાઇ

ઘરકામ કરતી મહિલાઓ જણાવી રહી છે કે રાજ્ય સરકારે ઘર કામ કરતી મહિલાઓને સહાય ચૂકવવી જોઈએ. જેથી, મહિલાઓ આરામથી પોતાનું ગુજરાન ચાલવી શકે. આ ઉપરાંત, જામનગર શહેરની આજુબાજુમાં મહાકાય રિફાઇનરી આવેલી છે. આ રિફાઇનરીમાં અનેક લોકો નોકરી કરી રહ્યા છે. આથી, અહીં વસવાટ કરતા સિંગલ લોકોના ઘરે મોટા ભાગની ઘર કામ કરવાવાળી મહિલાઓ અહીં કામ કરવા જતી હોય છે. પરંતુ, કોરોનાની મહામારી હોવાના કારણે મહિલાઓને કામ પર આવવાની મનાઇ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.