- જીજી હોસ્પિટલમાં એટેન્ડન્ટ જાતીય શોષણનો મામલો
- તપાસ કમિટી દ્વારા પીડિતાઓના નિવેદન લેવામાં આવ્યા
- એમ. પી. શાહ મેડિકલ કોલેજ ખાતે અચોક્કસ મુદતના ધરણા
જામનગર : યૌન શોષણનો ભોગ બનેલી યુવતીઓનું બુધવારના રોજ કમિટી સમક્ષ નિવેદન લેવામાં આવ્યું હતું અને યુવતીઓની લાંબી પૂછપરછ પણ કરવામાં આવી હતી. જોકે, પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ આ ઘટનાનો રિપોર્ટ બે દિવસમાં રજૂ કરવામાં આવશે. કમિટી દ્વારા જે પ્રકારે યુવતીઓના નિવેદન લેવામાં આવ્યા છે તેને લઈને યુવતિઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે. કારણ કે તમામ 8 યુવતીઓનું વીડિયો શૂટીંગ પણ કરવામાં આવ્યું છે.
હોસ્પિટલના RMO ને આવેદનપત્ર આપીને કરી રજૂઆત
ગુરુવારના રોજ તમામ યુવક-યુવતીઓ જામનગરની એમ. પી. શાહ મેડિકલ કોલેજના પટાંગણમાં અચોક્કસ મુદતના ધરણા યોજીને વિરોધ કરી રહ્યા છે. આ લોકો માગ કરી રહ્યા છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ ધરણા કાર્યક્રમ ચાલુ રાખશે. જોકે ગુરૂવારે વિવિધ NGOની મહિલાઓએ પણ યુવતીઓની મુલાકાત લઈને તેમની સાથે વાર્તાલાપ કર્યો હતો.
આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી
યુવક અને યુવતીઓ પોતાના ત્રણ મહિનાના બાકી પગાર અને યૌન શોષણનો ભોગ બનેલી યુવતીઓને ન્યાય મળે તે માટે ધરણા યોજી રહ્યા છે. આ સાથે ઘરણા પર બેસેલા કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે, જો આગામી દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
આ ઘટનાના અન્ય સમાચાર -