- 6 હજાર કારખાના અને 65 હજાર દુકાનો બંધ
- જામનગરમાં કુલ 6 હજાર જેટલા બ્રાસપાર્ટના કારખાના
- જામનગરમાં રોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાય છે
જામનગર: વિવિધ એસોસિએશન દ્વારા ત્રણ દિવસના સ્વૈચ્છિક લોકડાઉન કરવાની જાહેરાત કરવામાં આવી છે. બીજા દિવસે સમગ્ર શહેરમાં તમામ 65 હજાર દુકાનો બંધ રહી છે અને દરેડ GIDCમાં આવેલા કારખાના પણ બંધ રહ્યા છે. જામનગરમાં કુલ 6 હજાર જેટલા બ્રાસપાર્ટના કારખાના આવેલા છે, આ તમામ કારખાનાઓ સ્વૈચ્છિક લોકડાઉનના બીજા દિવસે બંધ રહ્યા છે.
આ પણ વાંચો:લીંબડી વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરાયુ
જામનગરના વેપારીઓએની પહેલ
અગાઉ વહીવટીતંત્ર દ્વારા પણ રજુઆત કરવામાં આવી હતી. જો કે, જામનગર જિલ્લામાં કોરોના વિકરાળ રૂપ ધારણ કર્યું છે. રોજ 300થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે જિલ્લા વહીવટીતંત્ર માટે ચેલેન્જ છે, કોરોનાની ચેઇનને તોડવી ખૂબ આવશ્યક બની ગઈ છે. ત્યારે જામનગરના વેપારીઓ આગળ આવ્યા છે અને ત્રણ દિવસ માટે સમગ્ર શહેરને સ્વૈચ્છિક લોકડાઉન કરી કોરોનાથી બચવા માટે બેસ્ટ વિકલ્પ અપનાવ્યો છે.