જામનગર: રિવાબાએ તાજેતરમાં પોતાના ફેસબૂક પેજ પર એક વીડિયો શેર કર્યો(Horse riding video shared on social media) હતો, જેમાં તેઓ પોતાના ફાર્મ હાઉસ પર સફેદ ઘોડા પર સવારી કરી કર્યા છે. રવિન્દ્ર જાડેજાને પણ ઘોડે સવારીનો ખુબજ શોખ છે, તેઓ પોતાના ફાર્મ હાઉસ પર અનેક વખત ઘોડે સવારી સવારી કરતા જોવા મળેલ છે.
રિવાબાએ ફેસબૂક પેજ પર વીડિયો શેર કર્યો
રીવાબા જાડેજા હાલમાં ભાજપમાં સક્રિય છે, આ ઉપરાંત સોશ્યલ ફીલ્ડમાં પણ રિવાબા ખૂબજ સક્રીય છે. તેઓ ગામડે ગામડે ફરીને મહિલાઓમાં જાગૃતિના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. રવિન્દ્ર જાડેજાને ઘોડા-ઘોડીઓને પાળવાનો ખૂબજ શોખ છે, તેઓ પરિવારના સભ્યની જેમ તેમનો ઉછેર કરે છે, તેમના ફાર્મ હાઉસમાં 6થી વધુ જાતના ઘોડા-ઘોડીઓ જોવા મળે છે.
આ પણ વાંચો : જામનગરઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ધર્મપત્ની રિવાબા જાડેજાએ જન્મદિવસ નિમિત્તે ચક્ષુદાનનો સંકલ્પ કર્યો
જાડેજાને નાનપણથી ઘોડે સવારીનો શોખ રહેલો
રવિન્દ્ર જાડેજાને નાનપણથી ઘોડે સવારીનો શોખ રહેલો છે, તેમને ક્રિકેટમાંથી જ્યારે પણ બ્રેક મળે છે ત્યારે જામનગર પોતાના ઘરે આવે છે, તે દરમિયાન ફાર્મ હાઉસમાં જઈને તેમના પ્રિય ઘોડા-ઘોડીઓને અચૂક મળે છે અને ઘોડે સવારીનો આનંદ પણ માણે છે. જાડેજાએ પોતાના ઘોડા-ઘોડીઓના નામ પણ રાખ્યા છે, જેમકે વીર, માણેક, વારી અને લાલબીર જેવા નામ રાખેલા છે.
આ પણ વાંચો : રવિન્દ્ર જાડેજાના પત્નીએ ગોબરમાંથી બનાવેલા ગણેશની સ્થાપના કરી