ETV Bharat / city

જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, જુઓ અદભુત નજારો - Ranjit Sagar Dam overflow

ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ સતત ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. અવિરત વરસાદના પગલે નદીનાળા બે કાંઠે થયા છે. ત્યારે રણજીતસાગર ડેમ ઓવોરફ્લો થતા અદભુત દ્રશ્યો સર્જાયા છે.

Ranjit Sagar Dam
જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, જૂઓ અદભુત નજારો
author img

By

Published : Jul 7, 2020, 6:10 PM IST

જામનગરઃ ગુજરાત સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ સતત ત્રણ દિવસથી મેઘરાજા મહેરબાન બન્યા છે. અવિરત વરસાદના પગલે નદીનાળા બે કાંઠે થયા છે. ત્યારે રણજીતસાગર ડેમ ઓવોરફ્લો થતા અદભુત દ્રશ્યો સર્જાયા છે.

જામનગરનો રણજીતસાગર ડેમ થયો ઓવરફ્લો, જૂઓ અદભુત નજારો

જિલ્લામાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે ત્યારે શહેરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે. મહત્વનું છે કે શહેરને પીવાનુ પાણી પુરૂ પાડતો ડેમ ઓવરફ્લો થયો છે. 27 ફૂટની ઉંડાઈ ધરાવતો ડેમ 3 ફૂટ ઓવરફ્લો થયો હતો. શહેરીજનો માટે પીવાના પાણીની તંગી એક જ વરસાદમાં દુર થઈ છે. જો કે જ્યારે પણ રણજીતસાગર ડેમ ઓવરફ્લો થાય છે ત્યારે શહેરીજનો કુદરતી સૌંદર્ય દ્રશ્ય નિહાળવા માટે ડેમ ખાતે ઉમટી પડતા હોય છે, જોકે આ વખતે કોરોનાની મહામારી હોવાના કારણે લોકો ઘરની બહાર નીકળી શક્યા નથી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.