ETV Bharat / city

જામનગરમાં ફૂડ વિભાગના દરોડા, ખાદ્ય પદાર્થના નમૂના લેબોરેટરીમાં મોકલાયા - food samples

આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે મીઠાઈઓનું ખૂબ વેચાણ થઈ રહ્યું છે. જામનગરમાં રાજકોટ ફૂડ વિભાગની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલી અંબિકા ડેરીમાં ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે અને આ નમૂના વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

jamngr
jamngr
author img

By

Published : Oct 29, 2020, 3:57 PM IST

  • જામનગરમાં તહેવાર નિમિત્તે ફૂડ વિભાગની કાર્યવાહી
  • જામનગર અંબિકા ડેરીમાં ફૂડ વિભાગના દરોડા
  • ખાદ્ય પદાર્થોના નમૂના વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા

જામનગર: આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા હોવાના કારણે જામનગરમાં રાજકોટ ફૂડ વિભાગની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જામનગરમાં ખંભાળિયા ગેટ પાસે આવેલી અંબિકા ડેરીમાં ફૂડ વિભાગે ખાદ્ય પદાર્થોના નમૂના લીધા છે અને આ નમૂના વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.

તહેવારો પર વેપારીઓ ભેળસેળ કરતા હોવાની ઉઠી હતી રાવ
તહેવારો પર વેપારીઓ નફો કમાવવા માટે વિવિધ મીઠાઈ તેમજ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરતા હોવાની અવારનવાર રાવ ઉઠી હતી. જેના પગલે રાજકોટ ફૂડ વિભાગની ટીમે જામનગરમાં દરોડા પાડી કાર્યવાહી કરી હતી.

અંબિકા ડેરીમાંથી લેવાયા જુદા-જુદા ખાદ્ય પદાર્થના નમૂના
અંબિકા ડેરી માંથી વિવિધ મીઠાઈઓ તેમજ માવાની બનાવટની મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થના નમૂના લેવામાં આવ્યા હતા. રાજકોટ વિભાગની ટીમ સાથે જામનગર મહાનગર પાલિકાના ફૂડ વિભાગના કર્મચારીઓ પણ જોડાયા હતા અને શહેરમાં અન્ય જગ્યાએ પણ દરોડા પાડવામાં આવે તેવી શક્યતા છે.

અંબિકા ડેરીમાંથી લેવાયા નમૂના
અંબિકા ડેરીમાંથી લેવાયા નમૂના
વેપારીઓ કેવી રીતે કરે છે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળઆગામી દિવસોમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે જામનગર શહેરમાં જુદી-જુદી જગ્યાએ મીઠાઈઓનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. જો કે આ મીઠાઈમાં અલકા પદાર્થો ભેળવી અને ભેળસેળ કરવામાં આવતી હોય છે. જેના કારણે જે પણ લોકો મીઠાઈ ખાય છે તેઓ ફૂડ પોઈઝનીંગ અને અન્ય બિમારીઓનો ભોગ બને છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.