ETV Bharat / city

જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો...

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી હતી. જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જયારે લગભગ સમગ્ર શહેરમાં વિજળી પણ ડૂલ થઇ ગઇ હતી. છેલ્લાં 24 કલાકમાં જામજોધપુરમાં 3 ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુર તથા કાલાવડમાં સવા ઇંચ તથા જોડિયામાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર
જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર
author img

By

Published : Jul 18, 2021, 4:11 PM IST

  • જામનગર શહેર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી
  • સતત 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા
  • શહેરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

જામનગર : શહેર-જિલ્લામાં વાદળો છવાયા બાદ વરસાદના કારણે માર્ગો જળબંબાકાર થયા હતાં. ગ્રામ્ય પંથકોમાં નદીઓ બે કાઠેં વહેતી થઇ હતી. જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસેલાં તોફાની વરસાદને કારણે માત્ર એક કલાકમાં જ અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જામનગર જિલ્લાના જામજોધપુરમાં 3 ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુર તથા કાલાવડમાં સવા ઇંચ તથા જોડિયામાં આઠ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.

જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર
જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?
સ્થળવરસાદ (મી.મી.માં)
લાખાબાવળ28
મોટી બાણુગાર35
ફલ્લા35
જામવંથલી 48
ધૂતારપૂર56
અલિયાબાડા55
દરેડ40
હડિયાણા16
બાલંભા20
પિઠડ 30
લતિપુર07
જાલિયાદેવાણી25
લૈયારા 05
નિકાવા10
ભલસાણ બેરાજા80
નવાગામ30
મોટાં પાંચદેવડા50
સમાણા35
શેઠવડાળા52
જામવાડી53
વાસજાળીયા53
ધૂનડા30
ધ્રાફા60
પરડવા58
પિપરતોળા 74
પડાણા17
ભણગોર80
મોટા ખડબા33
મોડપર77
ડબાસંગ57

વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી, શહેરી વિસ્તારમાં જનજીવન ખોરવાયું

છેલ્લા ઘણા દિવસોના વિરામ બાદ વરસેલા વરસાદને પગલે જામનગર શહેર-જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે સાથે જનજીવન ખોરવાયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, વિરામ બાદ વરસાદ વરસતા ઉકળાટના કારણે ત્રાસી ગયેલા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.