જામનગર: રેન્જ આઇજી સંદીપ સિંહ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરી જામનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના PSI ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. PSI હત્યાના આરોપીઓને સુખ સુવિધા આપી તેમની મદદ કરતાં હતાં. તેમણે આરોપીને લોકઅપની જગ્યાએ ઑફિસમાં સુવાની સુવિધા કરી આપી હતી. આ સમગ્ર મામલાનો વીડિયો વાઇરલ થયો હતો.
આ ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચના સંડોવાયેલા અન્ય કર્મીઓ તેમજ અધિકારીઓ વિરુદ્ધ પણ ખાતાકીય તપાસ કરવામાં આવી છે. હત્યાના આરોપી ઓમદેવ સિંહ અને નરેન્દ્ર સિંહનો વીડિયો વાઇરલ થયો હતો. મંગળવારે સોશિયલ મીડિયામાં આ વીડિયો વાઇરલ થયો હતો. રેન્જ આઈજી સંદીપસિંહે એલસીબીના PSI ગોહિલને સસ્પેન્ડ કરતા અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
આમ પણ એસપીની અન્ડરમાં આવતી બ્રાન્ચે LCB પર તવાઈ બોલી છે. હજુ થોડા દિવસો પહેલા જ કાલાવડ ગ્રામ્યના PSI સંદીપ રાદડિયાની વાઈફ કબ્જે કરેલી કાર લઈ બહાર ગામ જતા હોવાનો વીડિયો વાઇરલ થયો હતો અને PSI સંદીપ રાદડિયાને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે લોકલ ક્રાઇમ બ્રાન્ચનો વિડીયો વાયરલ થતા PSI ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ ધ્રોલ મર્ડર કેસના આરોપીઓને LCBએ લોકઅપમાં આપી સુવિધા, વીડિયો વાયરલ
જો કે, LCBનો વીડિયો રાત્રે 11 વાગ્યે ઉતારવામાં આવ્યો હતો અને 12 વાગ્યે વાઇરલ કરવામાં આવ્યો હતો. સવાલ ઉભો એ થાય છે કે ખુદ LCB સ્ટાફના માણસોએ જ વીડિયો ઉતાર્યો હતો કે, અન્ય કોઈ બીજા વ્યક્તિએ. LCBમાં PSIની એસીવાળી ચેમ્બરમાં એસીમાં સુખ સુવિધાઓ ભોગવતા હત્યાના આરોપીને LCBમાં જે મહેમાનગતિ કરાવી તે હાલ ચર્યાનો વિષય બન્યા છે.