- વૉર્ડ નંબર 8માં અનેક સમસ્યા
- વૉર્ડમાં રખડતા ઢોરનો ત્રાસ
- અનેક સોસાયટીઓમાં પીવાનું પાણી મળતું નથી
જામનગરઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઇ ચૂકયું છે. ત્યારે ETV BHARAT દ્વારા જામનગર શહેરના વૉર્ડ નંબર 8માં કઈ કઈ સમસ્યા છે અને આ સમસ્યાનો ઉકેલ શું છે તે જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વૉર્ડ નંબર 8ની મુખ્ય સમસ્યાઓ
જામનગર શહેરના વોર્ડ નંબર 8ની મુખ્ય સમસ્યાની વાત કરવામાં આવે તો અહીં રખડતા ઢોરનો ત્રાસ વધુ પ્રમાણમાં છે. નવા સીમાંકન બાદ વૉર્ડ નંબર 8માં અનેક સોસાયટીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સોસાયટીઓને હજુ સુધી પીવાનું પાણી મળતું નથી. તેમજ સોસાયટીમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી હોવાના કારણે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ વિસ્તારમાં સાફ-સફાઈનો અભાવ હોવાની પણ અનેક સમસ્યાઓ સામે આવી છે. સફાઈ કર્મચારીઓ દ્વારા સાફ-સફાઈ તો કરવામાં આવે છે, પરંતું કચરોનો યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી, જેના કારણે ગંદકીના ગંજ જ્યાં જુઓ ત્યાં ખડકાયેલા જોવા મળે છે.
વૉર્ડ નંબર 8ની સમસ્યાનો ઉકેલ
મુખ્ય સ્થળ
કામદાર કોલોની | સર્વોદય સોસાયટી | શ્રી નિવાસ સોસાયટી | રઘુવર સોસાયટી | નવો હુડકો | દિગ્વિજય પ્લોટ 49 રોડ | હિરજી મીસ્ત્રી રોડ | શ્યામાનગર | હરિયા કોલેજ |
જનતા ફાટક | આદશ સોસાયટી | રણજીતનગર | પટેલ સમાજ | જૂનો હુડકો | રડાર રોડ | GIDC ઉદ્યોગનગર | રામનગર | શિવનગર |
કુલ વસ્તી
પુરુષ | મહિલા | કુલ |
21,252 | 19,786 | 41,038 |
મતદારો
પુરુષ | મહિલા | કુલ |
13,883 | 13,258 | 27,141 |
કોર્પોરેટર
દિવ્યેશ અકબરી |
મેઘના હરિયા |
પ્રફુલા જાની |