ETV Bharat / city

જામનગરમાં 645 મતદાન મથક પર યોજાશે મતદાન, 3000 હજાર કર્મચારીઓ ખડેપગે - જામનગર મહાનગરપાલિકા

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 16 વોર્ડની 64 બેઠકો પર આવતીકાલે રવિવારે મતદાન યોજાવાનું છે, ત્યારે જામનગરમાં વહીવટીતંત્ર દ્વારા મતદાનની પ્રક્રિયાને લઈને તાડમાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ ચૂંટણી માટે 3000 કર્મચારીને તૈનાત રાખવામાં આવ્યાં છે.

ETV BHARAT
જામનગરમાં ચૂંટણીની તૈયારી શરૂ
author img

By

Published : Feb 20, 2021, 3:50 PM IST

Updated : Feb 20, 2021, 4:53 PM IST

  • રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણી
  • જામનગરમાં મતદાનને લઈ તડામાર તૈયારી શરૂ
  • 3000 કર્મચારી ફરજ પર હાજર
    જામનગરમાં ચૂંટણીની તૈયારી શરૂ

જામનગરઃ શહેરના ઓશવાળ સેન્ટર સહિત 4 ઝોનમાં EVM ડિસ્પેચ કરવાની કામગીરી જિલ્લા કલેક્ટર રવિ શંકરના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. 64 બેઠકો માટે 236 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાઇ રહ્યો છે, ત્યારે આવતીકાલે રવિવારે સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે.

સંવેદનશીલ મતદાન મથક પર બાજનજર

આવતીકાલે રવિવારે મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે જામનગર શહેરમાં 645 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જેના માટે 3000 કર્મચારીને ખડેપગે રાખવામાં આવ્યા છે. આ સાથે જ સંવેદનશીલ મતદાન મથક પર બાજનજર રાખવામાં આવી રહી છે.

કલેક્ટરે મુલાકાત લીધી

આવતીકાલે રવિવારના મતદાનની પ્રક્રિયાને આખરી ઓપ આપવા માટે તંત્ર દ્વારા EVM રવાના કરવા સહિતની કાર્યવાહીની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેની કલેક્ટર એસ.રવિ શંકરે પણ મુલાકાત લીધી હતી.

Last Updated : Feb 20, 2021, 4:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.