- ભારત બંધનું એલાન
- જામનગરમાં લાલપુર ચોકડી પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
- 50 કોંગી કાર્યકરોની અટકાયત
જામનગરઃ દિલ્હીની સરહદ પર 3 કાળા કાયદાને લઈને ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેને પગલે મંગળવારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે. જેને લઇને જામનગરમાં લાલપુર ચોકડી ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેથી પોલીસે કોંગી કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી છે.
કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું
ઉલ્લેખનીય છે કે, સોમવારે જામનગર જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી કલમ 144 લગાવી હતી. જેમાં કોરોના મહામારી હોવાના કારણે કોઈપણ વ્યક્તિએ ધરણાં તેમજ સરઘસ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આમ છતાં જામનગર શહેરમાં પણ વિવિધ જગ્યાએ કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ધરણાં કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પોલીસે આ તમામ લોકોની અટકાયત કરી છે.