ETV Bharat / city

ધ્રોલ દુષ્કર્મ પ્રકરણ: પેરોલ ફર્લો સ્ક્વોડ એ પાંચ આરોપી પૈકી એકની મધ્યપ્રદેશથી કરી ધરપકડ - પેરોલ ફર્લો સ્ક્વોડ

આજથી સાત વર્ષ પહેલા આચરાયેલા દુષ્કર્મ પ્રકરણ મામલે મધ્યપ્રદેશથી એકની ધરપકડ કરવામાં આવી છે. લતીપર- નાગપુર સીમ વિસ્તારમાં 5 નરાધમો દ્વારા 11 વર્ષની કુમળી બાળકીને પિંખી નાખવાની હૃદય દ્રાવક ઘટના બની હતી. જેમાં પાંચ શખ્સો દ્વારા 11 વર્ષની માસૂમ બાળા પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યો હતો. જે પૈકીના એક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે.

પેરોલ ફર્લો સ્ક્વોડ
પેરોલ ફર્લો સ્ક્વોડ
author img

By

Published : Sep 20, 2020, 12:00 PM IST

જામનગર: ધ્રોલ તાલુકાના લતીપર-નાગપુર વાડી વિસ્તારમાં 11 વર્ષની બાળકી પર આજથી 7 વર્ષ પહેલા 5 નરાધમો દ્વારા મોડી રાત્રીના સમયમાં અપહરણ કરી બળજબરીથી આ પાંચેય નરાધમો દ્વારા દુષકર્મ ગુજારવામાં આવ્યો હતો. છેલ્લા 17 વર્ષથી નાસતા - ફરતા આરોપીને મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જિલ્લાના દુર્ગમ - જંગલ વિસ્તારમાંથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડ ટીમે પકડી પાડી હતી.

જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ LCB PIની સુચના અને માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફ જામનગર જિલ્લાના પેરોલ ફર્લો /નાસતા ફરતા ફરારી ગુન્હેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમીના આધારે ધ્રોલ ઇપીકો કલમ 363,365,376 એફ.જી વગેરે મુજબના ગુનામાં નાસતા - ફરતા આરોપી મુકેશ ઉર્ફે મુકામ ખેમુ બુડવડીયાને દુર્ગમ - જંગલ વિસ્તારમાં રખડતો ભટકતો જોવા મળ્યો હતો. જેને ટેકનીકલ એનાલિસિસના આધારે લોકેશન મેળવી આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો.જે બાદ પોલીસે આગળની તપાસ શરી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.