ETV Bharat / city

PM Modi Jamnagar visit: PMના આગમન પહેલા મહિલા કોર્પોરેટર કરાયા નજર કેદ...જાણો કેમ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જામનગર આવે તે પહેલા કોગ્રેસી કોર્પોરેટર રચના નંદાણીયાને નજરકેદ કરી દેવાયા છે. જાણવા મળ્યા મુજબ રચના નંદાણીયા વડાપ્રધાન સમક્ષ જામનગરની સમસ્યાઓને લઈને વિરોધ(Protests over Jamnagar's troubles) કરવાના હતા. આથી પોલીસે અગાઉના દિવસે તેમને નજરકેદ(police hides cogress corporator in jamnagar) કરી લીધા છે. રચના નંદાણીયાની શું છે માંગ?

PM Modi Jamnagar visit: PMના આગમન પહેલા મહિલા કોર્પોરેટર કરાયા નજર કેદ...જાણો કેમ?
PM Modi Jamnagar visit: PMના આગમન પહેલા મહિલા કોર્પોરેટર કરાયા નજર કેદ...જાણો કેમ?
author img

By

Published : Apr 18, 2022, 8:43 PM IST

જામનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે જામનગર(PM Modi Jamnagar visit) આવી રહ્યા છે. જામનગરમાં અતિવૃષ્ટિના કારણે લોકોને થયેલ નુકસાનની સહાય ચૂકવવા, વોર્ડ નં.4માં પ્રાઇવેટ સોસાયટીઓમાં બિલ્ડરો દ્વારા રોડ રસ્તા લાઇટ અને પાણીની સુવિધા આપવામાં આવી ન હોય, આયુર્વેદ યુનિવર્સિટીમાં ફરજ બજાવતાં 53 સિકયુરીટી ગાર્ડને નોટીસ વગર છૂટા કરવા તેમજ કોરોનામાં મૃત્યુ પામેલાં લોકોના વારસદારોને સહાય આપવા સહિતના પ્રશ્રોને વડાપ્રધાનને રજૂઆત કરે તે પૂર્વે વોર્ડ નં.4ના કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાને જિલ્લા પોલીસવડાના સ્ટાફ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Pm Modi Gujarat Visit: જામનગર સર્કિટ હાઉસમાં વડાપ્રધાનના આગમન પહેલા લોખંડી બંદોબસ્ત ગોઠવાયો

રચના નંદાણીયા ભાજપ છોડી અને કોંગ્રેસમાં સામેલ થયા- કોર્પોરેટર રચના નંદાણીયા સાંસદ પૂનમ માડમના કાકાની દીકરી થાય છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા જ રચના નંદાણીયા ભાજપ છોડી અને કોંગ્રેસમાં સામેલ થયા છે. આમાં ખાસ કરીને રોડ, પાણી અને અતિવૃષ્ટિમાં થયેલા નુકસાન મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર આપવાની કોર્પોરેટર રચનાએ માંગ કરી હતી. જેના કારણે જિલ્લા પોલીસ વડા દ્વારા એલસીબી(Local Crime Branch), એસઓજી(Special Operations Group) સહિતની ટીમો કોર્પોરેટર રચના નંદાણીયાના ઘર પાસે ગોઠવવામાં આવી છે અને મહિલા કોર્પોરેટરને નજર કેદ(police hides cogress corporator in jamnagar) કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: PM Modi Gujarat visit: વડાપ્રધાનના આગમન પહેલા આતંકી હુમલો થવાની આશંકા, પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું

વડાપ્રધાનની સલામતી સુરક્ષા- વડાપ્રધાન આવે ત્યારે કોઈ વિરોધ ન કરે અને સલામતી સુરક્ષા જોખમાય નહી તે માટે પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવે છે. તે મુજબ જામનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે, તેમની સાથે WHOના વડા ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસ આવી રહ્યા છે, તેમજ મોરેશિયસના વડાપ્રધાન(Prime Minister of Mauritius) પ્રવિન્દ્ર કુમાર જુગનાથ આવી રહ્યા છે. આથી જામનગરમાં સલામતી સુરક્ષા વધુ ચુસ્ત કરાઈ છે. આ સંજોગોને પગલે જામનગરના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણીયાને નજરકેદ કરી દેવાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.