જામનગરઃ કોરોના મહામારીને વધુ ફેલાતા અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. આમ છતાં અમૂક લોકો ઘરની બહાર નીકળતી વખતે માસ્ક પહેરતા નથી. જેથી આવા લોકો વિરુદ્ધ પોલીસ કર્યાવાહી કરી રહી છે.
પોલીસ દ્વારા જામનગર શહેરના વિવિધ રાજમાર્ગો પર ડ્રાઈવ કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન માસ્ક વિના બહાર નીકળનારા લોકોને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સાથે જ જામનગરના દુકાનદારો અને ફેરિયાઓને પણ સચેત કરાયા છે. જેથી હવે જે પણ લોકો માસ્ક વિના બહાર જોવા મળશે, તે તમામને દંડ ફટકારવામાં આવશે.