- INS વાલસુરા ખાતે પરેડ યોજાઇ
- ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિક મિકેનિક (પાવર અને રેડિયો)કોર્ષની પાસિંગ આઉટ પરેડ
- 26 સપ્તાહની તાલિમ પૂર્ણ થતાં યોજાઈ પરેડ
જામનગર: ભારતીય નૌસેનામાંથી 302 સેઇલર્સ અને ભારતીય તટરક્ષક દળમાંથી 26 નાવિકોએ ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિક (પાવર અને રેડિયો) કોર્ષની 26 સપ્તાહની તાલીમ 1લી એપ્રિલ 2021ના રોજ સફળતાપૂર્વક ભારતીય નૌસેના પોર્ટ (INS) વાલસુરાના પોર્ટલ્સમાંથી પસાર કરી છે.
તાલીમના અભ્યાસક્રમમાં સારસંભાળ અને માર્ગદર્શન તાલીમોનો પણ સમાવેશ કરાયો
ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિક ટેક્નોલોજીની મૂળભૂત હાર્દરૂપ બાબતો અને લેબોરેટરી ખાતે તેની સાથે સંબંધિત હાથવગી તાલીમ ઉપરાંત, તાલીમાર્થીઓને પાયાની ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક સર્કિટના જોડાણ અને રિપેર અંગે તાલીમ પૂરી પાડવામાં આવી હતી. આ રીતે સર્કિટના કામકાજમાં પાયાના ખ્યાલોને સ્પષ્ટ કરીને અને તેમની દક્ષતા વિકસાવીને સમુદ્ર ખાતે સર્જાતી ખામીઓનો સફળતાપૂર્વક સામનો કરવા તેમનો આત્મવિશ્વાસ મજબૂત બનાવવામાં આવ્યો હતો.
યુવા નાવિકોને સક્ષમ સમુદ્રી યૌદ્ધા તરીકે તૈયાર કરવાનો હેતુ
તાલીમના અભ્યાસક્રમમાં સારસંભાળ અને માર્ગદર્શન તાલીમોનો પણ સમાવેશ કરાયો હતો. જેનો હેતુ નૌકાદળના હાર્દરૂપ મૂલ્યો સ્થાપિત કરવાના અને યુવા નાવિકોને સક્ષમ સમુદ્રી યૌદ્ધા તરીકે તૈયાર કરવાનો હતો.
આ પણ વાંચો : INS વાલસુરા ખાતે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પીઢ સૈનિકો માટે હાઇ-ટી કાર્યક્રમ યોજાયો
કોવિડ ગાઈડલાઈનનું કરાયું પાલન
INS વાલસુરાના કમાન્ડિંગ ઓફિસર કમોડોર અજય પટણીએ કોવિડ- 19ના તમામ સલામતી દિશા- નિર્દેશોનું પાલન કરીને અત્રે યોજાયેલી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી. પોતાના વ્યક્તવ્ય દરમિયાન કમાન્ડિંગ ઓફિસરે પોતાની કારકિર્દીમાં આ મહત્ત્વપૂર્ણ સિદ્ધી હાંસલ કરવા બદલ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા અને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના ક્ષેત્રમાં ઝડપથી થઇ રહેલા તકનિકી વિકાસથી હંમેશા અવગત રહેવા સલાહ આપી હતી.
આ પણ વાંચો : INS વાલસુરા ખાતે વિવિધ અભ્યાસક્રમના તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજાઈ
બેસ્ટ પર્ફોમન્સ કરનારા જવાનોને સન્માનિત કરાયા
'બેસ્ટ ઓલ રાઉન્ડ સેલર' માટે એડમિરલ રામનાથ ટ્રોફી નિખિલ કુમાર જ્હાં, DEEM (P) અને 'બેસ્ટ સ્પોર્ટ્સપર્સન' માટે કમાન્ડિંગ ઓફિસર INS વાલસુરા રોલિંગ ટ્રાફી ધામોદરન પી, DEEM (P)ને એનાયત કરવામાં આવી હતી.
બેસ્ટ ઓફિસરની ટ્રોફી આપી સન્માનિત કરાયા
મોહમ્મદ અબુતાહિર અન્સારી, DEEM (P) અને સૌરભ રાજા પરમાર, DEEM (R)ને અનુક્રમે 'બેસ્ટ નેવલ ટ્રેઇની (પાવર)' અને 'બેસ્ટ નેવલ ટ્રેની (રેડિયો)'થી સન્માનિત કરાયા હતા. જ્યારે કનૈયા કુમાર, NVK (P) અને મોહમ્મદ કુરબાન અલી, એનવીકે (R)ને અનુક્રમે 'બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (પાવર)' અને 'બેસ્ટ કોસ્ટ ગાર્ડ ટ્રેઇની (રેડિયો)'થી સન્માનિત કરાયા હતા.