- જામનગરમાં આજથી પાન મસાલાની દુકાનો શરૂ
- પાન મસાલાના બંધાણીઓ ભીંસમાં મુકાયા હતા
- રાજ્ય સરકારે આંશિક રાહત આપતા પાન-મસાલાની દુકાનો ધમધમતી થઇ
જામનગરઃ રાજ્ય સરકારે આજે શુક્રવારથી આંશિક નિયંત્રણોમાં છૂટછાટ આપીને દુકાનો સવારે 9થી બપોરે 3 કલાક ખોલવાની પરવાનગી આપી છે, ત્યારે જામનગરમાં પાન-મસાલાની દુકાનો ધમધમતી થઇ છે. આ દુકાનો ખુલતાની સાથે જ પાન-મસાલાના બંધાણીઓ દોડી આવ્યા હતા.
આ પણ વાંચોઃ આંશિક નિયંત્રણો હટાવાયાઃ ગાંધીનગરના બજારો ખૂલ્યાં, મીના બજાર પણ ખૂલ્યું
દુકાનદારો કોવિડ ગાઈડલાઈનનું કરી રહ્યા છે પાલન
જામનગર શહેરમાં મુન્નાભાઈના પાન વખણાય છે અને અહીં મોટી સંખ્યામાં પાન મસાલાના બંધાણીઓ આવતા હોય છે, ત્યારે ETV Bharat દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેમાં દુકાનની અંદર સંપૂર્ણ કોવિડ ગાઈડલાઈનનું પાલન થઇ રહ્યું હતું.
રાજ્ય સરકારના નિર્ણયને આવકાર્યો
પાન મસાલા લેવા આવતા તમામ લોકોએ માસ્ક પહેરવું ફરજીયાત છે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખી દુકાને આપવા માટે દુકાનદાર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે. આ સાથે જ દુકાનદારોએ નિયંત્રણોમાં આંશિક રાહત આપતાં રાજ્ય સરકારનો આભાર માન્યો હતો અને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો.