ETV Bharat / city

જામનગરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થઈ, પડાણામાં આવેલા પ્લાન્ટે પ્રાણ પૂર્યા - Oxygen shortage in Jamnagar

જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે. સોમવારે એક ઓક્સિજન પ્લાન્ટમાં ખામીના કારણે પ્લાન્ટ બંધ થઈ જતા શહેરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. જોકે, પડાણામાં આવેલા આશાપુરા ઓકિસજન પ્લાન્ટમાંથી સમગ્ર શહેરમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી.

જામનગર
જામનગર
author img

By

Published : Apr 27, 2021, 6:54 PM IST

  • જામનગરમાં કોરોનાના કેસમાં વધારો
  • હોસ્પિટલમાં ઓક્સિજનની અછત
  • જિલ્લામાં ત્રણ ઓક્સિજનના પ્લાન્ટ છે કાર્યરત

જામનગરઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે. જોકે, ખાનગી હોસ્પિટલમાં તો સમયસર ઓક્સિજન મળી રહે છે, પણ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજન માટે ભારે મથામણ કરવી પડી રહી છે.

જામનગરની વિવિધ ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થઈ

એક ઓક્સિજનનો પ્લાન્ટ ટેક્નિક ખામીના કારણે બંધ થયો હતો

ગઈકાલે સોમવારે જામનગર જિલ્લામાં આવેલો એક ઓક્સિજનનો પ્લાન્ટ ટેક્નિક ખામીના કારણે બંધ થઈ ગયો હતો. જેથી સમગ્ર શહેરમાં ભારે ઉહાપોહ મચી ગઇ હતી. જામનગરના પડાણામાં ઓક્સિજનના કુલ બે પ્લાન્ટ કાર્યરત છે. તેમજ જિલ્લામાં કુલ ઓક્સિજનના ત્રણ પ્લાન્ટ હાલ કાર્યરત છે. સોમવારે મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. કારણ કે, ઓકિસજનના ઉત્પાદનની સરખામણીએ વપરાશ સતત વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ જામનગરમાં રેસિડન્સ ડૉક્ટર્સ દ્વારા વિવિધ પડતર માંગણીઓને લઈ આવેદનપત્ર પાઠવાયું

પડાણામાં આવેલા આશાપુરા પ્લાન્ટે પ્રાણ પૂર્યા

શહેરમાં મોટા ભાગની ખાનગી હોસ્પિટલમાં સોમવારે ઓક્સિજનની અછત ઉભી થઈ હતી. કારણ કે, ઓકિસજનના ઉત્પાદનની સરખામણીએ વપરાશ સતત વધી રહ્યો છે. સોમવારે ઓક્સિજનનો એક પ્લાન્ટ બંધ થઈ જતા પડાણામાં આવેલા આશાપુરા ઓકિસજન પ્લાન્ટમાંથી સમગ્ર શહેરમાં ઓક્સિજનની સપ્લાય કરવામાં આવી હતી. જેના કારણે કોરોનાના અનેક દર્દીઓના જીવ બચ્યા છે. જોકે, આજે મંગળવારે જિલ્લાના તમામ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જતા ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડવામાં આવી રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.