- ઓક્સિજનની અછત દૂર કરવા જૈન સમાજ આવ્યો આગળ
- કોરોના મહામારીમાં વિના મૂલ્યે ઓક્સિજનનું વિતરણ
- સિલિન્ડરની જરૂરિયાત હોય તો મદદ લેવા કરી અપીલ
જામનગર: જિલ્લાના જૈન સમાજ દ્વારા કોરોના મહામારીને ધ્યાને રાખીને સૌરાષ્ટ્રભરમાં કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સિલિન્ડર આપવાની સેવા શરૂ કરવામાં આવી છે. જે કોઈપણ કોરોના દર્દીને ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય તે દર્દીનું આધાર કાર્ડ આપી ઓક્સિજન સિલિન્ડર મેળવી શકે છે.
આ પણ વાંચો: નવસારીમાં ઘરે સારવાર લઈ રહેલા કોરોના દર્દીઓને મળશે ફ્રીમાં ઓક્સિજનનો બાટલો
માત્ર આધાર કાર્ડ જમા કરાવી લઈ શકો છો ઓક્સિજનનો બાટલો
જામનગરમાં પરમ ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ સાહેબની પ્રેરણાથી પરમ યુવા સેવા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જામનગરના દિપક ટોકિઝ પાસે આવેલા પારસધામ દ્વારા સૌરાષ્ટ્રભરના કોરોના દર્દીઓ માટે ઓક્સિજન સહાયની શરૂઆત કરવામાં આવી છે. પારસધામ દ્વારા જામનગર, રાજકોટ, અમદાવાદ, જુનાગઢ તમામ જગ્યાએ ઓક્સિજન સહાય આપવાનું ચાલુ કરેલું છે.
આ પણ વાંચો: Exclusive: પ્રાકૃતિક હવાને ફિલ્ટર કરી દર મિનિટે 2000 લિટર મેડિકલ ઓક્સિજન થાય છે તૈયાર
દર્દીનું આધાર કાર્ડ આપી અને રૂપિયા 15,000 રિફન્ડેબલ જમા કરાવવાના હોય છે
જે કોરોના દર્દીને ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત હોય તે કોરોના દર્દીનું આધાર કાર્ડ આપી અને રૂપિયા 15,000 રિફન્ડેબલ જમા કરાવવાના હોય છે. જે સિલિન્ડર પરત કર્યા બાદ સંસ્થા દ્વારા 15,000 રૂપિયા પરત આપી દેવામાં આવે છે. હાલ પારસધામ દ્વારા 10થી વધુ કોરોના દર્દીઓને ઓક્સિજન સિલિન્ડરની સહાય આપવામાં આવી છે તેમજ અન્ય દર્દીઓને પણ સિલિન્ડરની જરૂરિયાત હોય તો મદદ લેવા અપીલ કરવામાં આવી છે.